અમેરિકામાં મૂળ ભારતીય એન્જિયરની મોત પર FBI તપાસની માંગ, મસ્કે પણ ઉઠાવ્યા સવાલ

December 30, 2024

ChatGPT બનાવનાર કંપની OpenAI ના એક પૂર્વ કર્મચારી સુચિર બાલાજીના મોત પર સતત સવાલ ઉઠી રહ્યાં છે. સુચિરની માતા પૂર્ણિમા રામારાવે આ મોતની તપાસ અમેરિકી તપાસ એજન્સી FBI થી કરાવવાની માગ કરી છે. તેની આ માગ પર એક્સ અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કની પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે સુચિર બાલાજીના મોતને આત્મહત્યા ગણાવવા પર મોટો સવાલ ઊભો કર્યો છે. સુચિરની માતા પૂર્ણિમા રામારાવે કહ્યું છેકે અધિકારીઓએ ભલે મોતનું કારણ આત્મહત્યા ગણાવ્યું છે પરંતુ આ એક ક્રૂર હત્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ઘટનાની FBI તપાસની માગ કરી અને લખ્યુ, અમે એક પ્રાઈવેટ ઈન્વેસ્ટીગેટરને કામ પર રાખ્યા. મોતનું કારણ શું છે. આ માટે તેનાથી મૃતદેહ બીજી વખત પરીક્ષણ કરાવાયો. પ્રાઈવેટ ઈન્વેસ્ટીગેટરનું કહેવું છે કે મોતનું કારણ તે નથી જે પોલીસે ગણાવ્યું છે.  પોલીસે શરૂઆતી તપાસમાં મોતનું કારણ આત્મહત્યા ગણાવ્યું હતું. તે બાદથી જ સુચિરની માતા આને લઈને સવાલ ઉઠાવી રહી છે. તેમણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, સુચિરના એપાર્ટમેન્ટમાં તોડફોડ કરવામાં આવી અને બાથરુમમાં સંઘર્ષના નિશાન છે. ખૂનના ડાઘના આધારે એવું લાગી રહ્યું છે કે કોઈએ તેને બાથરૂમમાં માર્યો છે. અમને ન્યાય મેળવવાથી રોકવામાં આવી શકાય નહીં. પોતાની પોસ્ટમાં પૂર્ણિમા રામારાવે ઈલોન મસ્ક અને વિવેક રામાસ્વામી (બંને ડોનાલ્ડ ટ્રમ્પ તંત્રના ભાગ થવાના છે) ને પણ ટેગ કર્યું. આ પોસ્ટ પર ઈલોન મસ્કની પણ કમેન્ટ આવી. તેણે પોસ્ટને શેર કરતાં લખ્યું, સુચિર બાલાજી ChatGPT બનાવનારી કંપની OpenAIમાં કામ કરી ચૂક્યા છે. તે ભારતીય-અમેરિકન મૂળના એન્જિનિયર હતા. OpenAI કંપનીમાં લગભગ 4 વર્ષ વિતાવ્યા બાદ ઓક્ટોબર 2023માં કંપની છોડી દીધી. OpenAI માં સુચિરે કંપનીની ખાસ પ્રોડક્ટ ChatGPT માટે ડેટા કલેક્ટ કરવામાં યોગદાન આપ્યું. તે લોઅર હાઈટ જિલ્લાના બુકાનન સ્ટ્રીટ એપાર્ટમેન્ટમાં રહેતા હતા.