યોગીના ઘરની નીચેથી પણ શિવલિંગ મળશે : અખિલેશ યાદવનો કટાક્ષ
December 29, 2024
દિલ્હી : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે દાવો કર્યો છે કે, 'મુખ્યમંત્રી આવાસમાં પણ શિવલિંગ છે. તેથી રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર ખોદકામની સાથે સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને પણ ખોદકામ કરીને શિવલિંગને સુરક્ષિત બહાર કાઢવામાં આવે.' આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે, 'રાજભવનમાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે, પરંતુ સરકાર કોઈ પગલાં લઈ રહી નથી.'
સપાના વડા અખિલેશ યાદવે જણાવ્યું હતુ કે, 'મહાકુંભમાં સ્વેચ્છાએ આવવાની પરંપરા રહી છે. આ માટે કોઈને આમંત્રણ આપવામાં આવતું નથી, પરંતુ સરકાર તમામ કામકાજ બાજુ પર મૂકીને મહાકુંભના આમંત્રણો આપવામાં વ્યસ્ત છે. મહાકુંભની તૈયારીઓ અધૂરી છે. પુલનું બાંધકામ પૂર્ણ થયું નથી. રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. હવે 15 દિવસમાં કેવી રીતે કામ પૂર્ણ થશે?' મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના દિલ્હી જવા અને કુંભ માટે ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ નેતાઓને આમંત્રણ આપવા પર અખિલેશ યાદવે સવાલ ઊઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'કુંભમાં આમંત્રણ આપવામાં આવતું નથી. કુંભમાં લોકો પોતાની શ્રદ્ધા સાથે આવે છે. હું કોઈના વિશે કંઈ કહેવા માંગતો નથી. આપણે આપણા ધર્મમાં શીખ્યા અને વાંચ્યા છીએ કે લોકો પોતાની મેળે આવી ઘટનાઓમાં આવે છે. શું આવનારા કરોડો લોકોને આમંત્રણ છે? આ સરકાર અલગ છે. સરકારે કુંભ પહેલા ગંગા એક્સપ્રેસ વે શરૂ કરવાની વાત કરી હતી, પરંતુ તેની શરૂઆત ક્યાંથી થઈ?'
Related Articles
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચનાં મોત
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચ...
Jul 10, 2026
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદન...
Jul 06, 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પ...
Jul 06, 2026
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભાર...
Jul 06, 2026
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડ...
Jul 06, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026