ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્યાહૂએ કરી ટેલિફોનિક વાતચીત
July 10, 2026
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર મહત્ત્વની ચર્ચા
કોનારક - હવે દક્ષિણ ઈરાનના કોનારકમાં આવેલી ઈરાની નૌસેનાના એક મહત્ત્વના ઠેકાણા પર અમેરિકા દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.
દક્ષિણ ઈરાનના અતિ મહત્ત્વના ગણાતા બંદર અબ્બાસ, બુશેહર અને ચોગાદક શહેરોમાં પ્રચંડ ધડાકાઓ સંભળાયા છે. બુશેહર અને ચોગાદકમાં જ અંદાજે છ જેટલા બોમ્બ બ્લાસ્ટ થયા છે. જોકે, ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીએ બંદર અબ્બાસમાં થયેલા ધડાકાઓનો ઈનકાર કર્યો છે અને જણાવ્યું છે કે, એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થવાને કારણે આ અવાજો આવ્યા હતા. તેમ છતાં, સરકારી અધિકારીઓએ સ્વીકાર્યું છે કે બુશેહર શહેરની બહાર આવેલા એક સૈન્ય અડ્ડા પર અમેરિકા અને ઈઝરાયલ તરફથી પ્રોજેક્ટાઈલ (મિસાઈલ કે રોકેટ) હુમલા કરવામાં આવ્યા છે.
સામાન્ય રીતે ઈરાન પર હુમલો કર્યાની થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સત્તાવાર જાહેરાત કરતી અમેરિકન સેનાની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ આ તાજા હુમલા અંગે હજુ સુધી કોઈ પોસ્ટ કરી નથી. ગલ્ફ વિસ્તારમાં અમેરિકન ફાઈટર જેટ્સ ઉડી રહ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે, પરંતુ અમેરિકાએ આજના ઓપરેશન અંગે સત્તાવાર મૌન જાળવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના આ તાજા સૈન્ય એક્શનમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે અને 78 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જ્યારે મશહદનો રેલ સંપર્ક પણ તૂટી ગયો છે. પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના અવસાનના 121 દિવસ બાદ તાજેતરમાં જ તેમને મશહદમાં દફનાવવામાં આવ્યા છે.
ઈરાન પર થઈ રહેલા આ આક્રમણની વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર લાંબી વાતચીત કરી છે. ઈઝરાયલના પીએમ ઓફિસે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, બંને નેતાઓએ ક્ષેત્રની સુરક્ષા અને આપસી વ્યૂહનીતિ અંગે તાલમેલ જાળવી રાખવા સંમતિ વ્યક્ત કરી છે. ટ્રમ્પે નેતન્યાહૂને ગલ્ફ રીજનમાં અમેરિકા દ્વારા લેવાયેલા સૈન્ય પગલાંની વિગતવાર માહિતી આપી હતી. સામે પક્ષે, નેતન્યાહૂએ ઈઝરાયલના અસ્તિત્વને લઈને તૂર્કીયેના પ્રમુખ દ્વારા આપવામાં આવેલા તાજેતરના નિવેદનો સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને પોતાની સરહદોની સુરક્ષા માટે 'સિક્યોરિટી ઝોન' અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026