ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડાકો, ક્રૂડ ઓઈલ એકઝાટકે 80 ડૉલરની નજીક
July 08, 2026
ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન સાથે કોઈ ડીલ નહીં કરવાની જાહેરાત સાથે જ સમગ્ર વિશ્વમાં હડકંપની સ્થિતિ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલમાં ભડકો બોલાઈ ગયો છે. જ્યારે સોના અને ચાંદીની કિંમતોમાં પણ પ્રચંડ કડાકાની સ્થિતિ સર્જાઈ છે.
સોનાની વાત કરીએ સોનામાં સવારે બજાર ખુલ્યા બાદ સામાન્ય કડાકો હતો પરંતુ ટ્રમ્પની જાહેરાત બાદ આ કડાકો એકસાથે વધીને 2555 રૂપિયાને વટાવી ગયો અને સોનું એકદમથી 142837 રૂપિયાને લેવલે આવી ગયું.
બીજી બાજુ ચાંદીના હાલ તો બેહાલ થઈ ગયા હોય તેવા લાગી રહ્યા છે. જે ચાંદી ગઇકાલે 230857 રૂપિયા પર બંધ થઇ હતી તે આજે 230015 રૂપિયાએ ખુલી હતી તે પછી એક ઝાટકે ગગડીને 223206 રૂપિયાના લેવલે પહોંચી ગઈ છે. એટલે કે ચાંદીમાં એકઝાટકે 7831 રૂપિયા સુધીનો કડાકો આવી ગયો છે. ટ્રમ્પના એક એલાનથી જ દુનિયાભરમાં હડકંપની સ્થિતિ જોવા મળી રહી છે.
બીજી બાજુ ક્રૂડ ઓઇલની વાત કરીએ તો જે ગત બે દિવસોમાં 70 થી 72 ડૉલરની આસપાસ ચાલી રહ્યુ હતુ તે આજે સવારે વધીને 76 ડૉલરની આસપાસ ટ્રેડ થઇ રહ્યું હતું પરંતુ અચાનક જ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન યુદ્ધને લઇને કરેલી જાહેરાતને કારણે ક્રૂડ ઓઈલના ભાવ રોકેટ થઈ ગયા અને સીધા 80 ડૉલરની નજીક પહોંચી ગયા હતા. આજે ક્રૂડ ઓઈલના ભાવ 79.24 ડૉલરની સપાટીને સ્પર્શીને આવી ગયા હતા. તે હાલમાં 78.88 ડૉલર પર ટ્રેડ થઇ રહ્યા છે. આજના દિવસમાં જ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં 5 ટકા જેટલો એકઝાટકે ઉછાળો આવ્યો છે.
Related Articles
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી થઈ! યુએસ ફેડરલ રિઝર્વના આ એક નિવેદનથી બજાર ધ્રૂજ્યું
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી...
Aug 29, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026