વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે, 4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ
July 08, 2026
વલસાડ : ગુજરાતમાં ગઇકાલે સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં નોંધાયો હતો. જ્યાં છેલ્લા 24 કલાકના આંકડા પ્રમાણે પલસાણા તાલુકામાં કુલ 18.19 ઈંચ, તો કામરેજમાં 17.4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે બાદ નવસારીમાં 15.28 ઇંચ તો સુરત શહેરમાં 14.09 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
વલસાડ જિલ્લામાં મંગળવારે સાંજે 4 થી બુધવારે સવારે 6 વાગ્યા સુધી 2.4 ઇંચ વરસાદ નોંધાયો. કપરાડામાં 8.4 ઇંચ સાથે જળબંબાકાર થયો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. મધુબન ડેમના 8 દરવાજા 4 મીટર ખોલી 1.28 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું, જેથી નદી બે કાંઠે વહેતી થઈ. તંત્રએ લોકોને નદી કિનારેથી દૂર રહેવા અપીલ કરી છે.
હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે છેલ્લા ચાર કલાક એટલે કે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 1.26 ઈંચ નોંધાયો હતો. જ્યારે વલસાડના જ નાનાપોંધામાં જ 1.14 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગ, નવસારી અને સુરતના ઉમરપાડામાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
Related Articles
ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું
ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટ...
Jul 15, 2026
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય: 24 કલાકમાં 17 તાલુકાઓમાં હળવો વરસાદ, હવામાન વિભાગ દ્વારા 20 જુલાઈ સુધીની આગાહી જાહેર
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય: 24 કલાકમાં...
Jul 15, 2026
અંબાજી મંદિરમાંથી દાનની રકમની ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ જામીન મેળવી છૂટી ગયા
અંબાજી મંદિરમાંથી દાનની રકમની ચોરીના કેસ...
Jul 13, 2026
ગીરમાં સિંહની પજવણી કરનારા વેરાવળ-પ્રભાસ પાટણના 8 લોકોની અટકાયત
ગીરમાં સિંહની પજવણી કરનારા વેરાવળ-પ્રભાસ...
Jul 12, 2026
અમદાવાદના દવે પરિવારના ઘરેથી ભરાશે જગન્નાથજીનું દિવ્ય 'મામેરું
અમદાવાદના દવે પરિવારના ઘરેથી ભરાશે જગન્ન...
Jul 12, 2026
માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, ભાજપે સતીષ પટેલને ટિકિટ આપી
માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, ભાજ...
Jul 12, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026