ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચનાં મોત
July 10, 2026
અરૂણાચલમાં પૂર, ભૂસ્ખલનથી અનેક મકાનો અને ઉભા પાકને નુકસાન
દક્ષિણ પશ્ચિમના ચોમાસાએ અલ નીનોને ટક્કર આપીને દેશમાં વરસાદની ઘટ 38 ટકા ઘટાડી : હવે માત્ર 14 ટકાનો તફાવત રહ્યો
નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં અતિભારે વરસાદ પડતાં ઘણાં રસ્તાઓ ધોવાઈ ગયા હતા. વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. અમુક ગામડાંઓ સંપર્ક વિહોણા બન્યા હતા. ઉત્તર પ્રદેશમાં તો ભારે વરસાદના કારણે પાંચનાં મોત થયાં છે. ઉત્તર પ્રદેશના ૧૦ જિલ્લામાં હવામાન વિભાગે અતિભારે વરસાદની ચેતવણી આપી છે. આગામી ૧૮ કલાકમાં દેશના ૧૮ રાજ્યોમાં વરસાદની સાથે પવન ફૂંકાવાની આગાહી પણ થઈ છે.
દિલ્હી, યુપી, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ, અરૂણાચલ સહિતના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જનજીવન ખોરવાયું હતું. અનેક શહેરોમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં લોકોએ ઘરમાં પૂરાઈ રહેવું પડયું હતું. ગામડાંને શહેરો સાથે જોડતાં માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહન-વ્યવહાર ઠપ થયો હતો. ઘણાં રાજ્યોમાં વરસાદની સાથે તેજ પવન ફૂંકાતાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને તેના કારણે ઘણાં રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા.
દિલ્હીમાં ભારે વરસાદ થયો હતો. ચારેબાજુ પાણી ભરાયા હતા. ટ્રાફિક જામની સમસ્યા થઈ હતી. હવામાન વિભાગે સફદરગંજમાં રેડ એલર્ટ આપ્યો હતો. નોઈડાથી લઈને ગાઝિયાબાદ, ફરિ દાબાદ સુધી ભારે વરસાદ નોંધાયો હતો. ગાઝિયાબાદ નેશનલ હાઈવે પર પાણીના કારણે કલાકો ટ્રાફિક જામની સ્થિતિ રહી હતી. યુપીમાં પણ ૧૨ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાનના કોટા, ભરતપુર જેવા જિલ્લાઓમાં ખૂબ વરસાદ વરસ્યો હતો અને અનેક ગામડાંનો જમીન માર્ગે સંપર્ક કટ થઈ ગયો હતો. ઉત્તરાખંડમાં નાના-મોટા ૧૦૭ માર્ગો સદંતર બંધ પડી ગયા હતા. એમાં નવ તો નેશનલ હાઈવે હતા. હજુ પણ આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. અરૂણાચલ પ્રદેશમાં ફરીથી પૂર આવતાં લોકોને હાલાકી થઈ હતી. ભૂસ્ખલનના કારણે ઘણાં મકાનોને તો નુકસાન થયું જ હતું. ઉભા પાકને પણ ભારે નુકસાની વેઠવી પડી છે.
હવામાન વિભાગે કહ્યું હતું કે જુલાઈમાં દેશમાં જેટલો વરસાદ એવરેજ થવો જોઈએ એટલો કે એનાથી પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. પહેલા નવ દિવસમાં જ ૭૩.૮ એમએમ વરસાદ થઈ ચૂક્યો છે. જુલાઈ મહિના દરમિયાન ૧૦૧ એમએમ વરસાદ થતો હોય છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું દેશભરમાં અસરકારક સાબિત થઈ રહ્યું છે. હવામાન વિભાગે ૯ રાજ્યોમાં હાઈ એલર્ટ જારી કર્યો છે.
અલ નીનો પર દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું ભારે પડયું છે. વરસાદે એવી ઝડપ પકડી કે તેના કારણે આઠ જ દિવસમાં વરસાદની ઘટ ૩૮ ટકા સુધી સરભર થઈ છે. હવે માત્ર ૧૩-૧૪ ટકા જ ઘટ આ મહિને રહેશે. ચોમાસાની પેટર્ન જોતાં કદાચ જુલાઈમાં જે વરસાદની ધારણા હોય છે એનાથી વધારે વરસાદ થાય તેવી પણ શક્યતા છે.
Related Articles
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદન...
Jul 06, 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પ...
Jul 06, 2026
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભાર...
Jul 06, 2026
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડ...
Jul 06, 2026
બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર, ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર, ગુજરાત...
Jul 06, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026