ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની
July 07, 2026
અમેરિકાના 250 મા સ્વતંત્રતા દિવસ (Independence Day) ની ભવ્ય ઉજવણી અંતર્ગત પાટનગર વોશિંગ્ટન ડીસીમાં કરવામાં આવેલી 40 મિનિટની રેકોર્ડબ્રેક આતશબાજી હવે ભારે પડી રહી છે. આ ભયાનક ફટાકડાના ધુમાડાના કારણે રવિવારે વોશિંગ્ટન ડીસીની હવા વૈશ્વિક સ્તરે દુનિયાના કોઈ પણ મુખ્ય શહેર કરતાં સૌથી વધુ પ્રદૂષિત અને ઝેરી નોંધાઈ હતી. શહેરમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સપાટીએ પહોંચતા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી 'કોડ રેડ એર ક્વોલિટી એલર્ટ' (Code Red Air Quality Alert) જાહેર કરવામાં આવ્યું છે.
પ્રદૂષણનું મોનિટરિંગ કરતી વૈશ્વિક સંસ્થા 'IQAir' ના રેન્કિંગમાં વોશિંગ્ટન ડીસી થોડા સમય માટે દુનિયામાં પ્રથમ નંબરે પહોંચી ગયું હતું. જો કે રવિવારે સાંજે તે ૨૬મા ક્રમે સરક્યું હતું. નાગરિકોને ચેતવણી: અધિકારીઓએ રહેવાસીઓને બહાર જવાનું મર્યાદિત કરવા જણાવ્યું છે. આ પ્રદૂષિત હવા બાળકો, વડીલો અને શ્વાસની બીમારી ધરાવતા લોકો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. N95 માસ્ક પહેરવાની ભલામણ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતશબાજીના કારણે સેન્ટ્રલ ડીસીમાં 'અત્યંત બિનઆરોગ્યપ્રદ' સ્થિતિ સર્જાવાની આશંકા પહેલાથી જ હતી અને લોકોને બહાર નીકળતી વખતે N95 માસ્ક પહેરવાની સલાહ અપાઈ હતી.
આ ભવ્ય આતશબાજીનું આયોજન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનવાળી એક નોન-પ્રોફિટ સંસ્થા 'ફ્રીડમ 250' દ્વારા કરવામાં આવ્યું હતું. 10 જગ્યાએથી આતશબાજી: નેશનલ મોલ, પોટોમેક નદી અને વેસ્ટ પોટોમેક પાર્ક સહિત 10 મુખ્ય સ્થળો પરથી લાખો ફટાકડા છોડવામાં આવ્યા હતા. વર્લ્ડ રેકોર્ડનો દાવો: આ શોમાં અંદાજે 8,50,000 જેટલા ફટાકડા ફોડીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરાયો છે. આ અગાઉ 2016માં ફિલિપિન્સમાં 8.10 લાખ ફટાકડા ફોડવાનો રેકોર્ડ હતો. વોશિંગ્ટનનો આ શો ન્યૂયોર્કના પ્રખ્યાત મેસીસ શો કરતાં પણ 10 ગણો મોટો હતો.
Related Articles
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને...
Oct 17, 2026
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો કરાવવાનું મળ્યું ઈનામ! અમેરિકાએ આપ્યો હિલેરી ક્લિન્ટન એવોર્ડ
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો...
Oct 17, 2026
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્કૂલમાં ગોળીબાર, 3 બાળક અને ટીચરના મોત, હુમલાખોર પણ ઠાર
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્...
Oct 17, 2026
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રાહત, પાસપોર્ટ અપડેટ દરમિયાન પણ ભારત આવવા-જવા પર રોક નહીં
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રા...
Oct 17, 2026
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026