લદાખ : -20 ડિગ્રી તાપમાનમાં ચાલી રહી છે ઓપરેશનલ તૈયારીઓ
December 29, 2024
લદાખ : લદાખની હાડ થીજવતી ઠંડી, બરફના તોફાન, હિમપ્રપાતનો ખતરો અને ચીન-પાકિસ્તાનના કાવતરાં છતાં પણ ભારતીય સૈનિકો સરહદો પર અડગ છે. લેહના ઉપરના વિસ્તારોમાં માઇનસ 20 ડિગ્રીથી ઓછા તાપમાનમાં સેનાના કામ્બેટ એન્જીનીયર્સ ઓપરેશનલ તૈયારીઓને તેજ બનાવી રહ્યા છે. અભ્યાસ દરમિયાન કોમ્બેટ એન્જીનીયર્સ સેનાના કાફલાને બોર્ડર સુધી પહોંચવા માટે ટુંક સમયમાં પુલ બનાવવાની તાલીમ આપી રહ્યા છે.
બીજી તરફ, સિયાચીન ગ્લેશિયર અને પૂર્વી લદાખના સૌથી ઊંચા વિસ્તારોમાં સૈનિકો હાલમાં LoC પર વિશેષ પેટ્રોલિંગ કરીને ઉચ્ચ સ્તરની તકેદારી દર્શાવી રહ્યા છે. યુદ્ધના મેદાનમાં કોમ્બેટ એન્જિનીયર્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સરહદ તરફ સેનાની આગળ વધવામાં કોઈ અડચણ ન આવે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તેમની છે.
હાલના સમયમાં લેહમાં 12 હજારથી વધુની ઊંચાઈ પર ભારે ઠંડી વચ્ચે સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સની એન્જિનિયરિંગ રેજિમેન્ટના અધિકારીઓ અને સૈનિકો મોરચો સંભાળી રહ્યા છે. ઉચ્ચતમ વિસ્તારોમાં સેનાની એન્જિનિયરિંગ રેજિમેન્ટની કવાયત એ અધિકારીઓ અને સૈનિકોના તમામ હવામાન પરિસ્થિતિઓમાં યુદ્ધ માટે તૈયાર રહેવાના આત્મવિશ્વાસનું પ્રતીક છે.
લદાખ જેવા મુશ્કેલ વિસ્તારમાં યુદ્ધના મેદાનમાં કોમ્બેટ એન્જિનિયર્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમની પાસે ઝડપથી કાર્યવાહી કરવાની અને સેનાની ટેન્ક અને વાહનોને સરહદની નજીક લાવવા માટે પુલ, ટ્રેક અને હેલિપેડ વગેરે બનાવવાની ક્ષમતા છે.
Related Articles
શેરબજારમાં નવા વર્ષનો શુભારંભ, સળંગ બીજા દિવસે તેજી, 262 શેર્સમાં અપર સર્કિટ
શેરબજારમાં નવા વર્ષનો શુભારંભ, સળંગ બીજા...
જલગાંવમાં હોર્ન વગાડવા મુદ્દે બે જૂથો વચ્ચે પથ્થરમારા બાદ આગચંપી, કર્ફ્યૂ જેવી સ્થિતિ
જલગાંવમાં હોર્ન વગાડવા મુદ્દે બે જૂથો વચ...
Jan 01, 2025
નવા વર્ષના પ્રથમ દિવસે અયોધ્યા, મથુરા, કાશીમાં ભક્તોનું ઘોડાપૂર
નવા વર્ષના પ્રથમ દિવસે અયોધ્યા, મથુરા, ક...
Jan 01, 2025
જયપુરમાં ગેસ લીકેજની ઘટના, પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી
જયપુરમાં ગેસ લીકેજની ઘટના, પોલીસ અને ફાય...
Jan 01, 2025
લખનઉમાં પુત્રએ માતા અને 4 બહેનોની કરી હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડ
લખનઉમાં પુત્રએ માતા અને 4 બહેનોની કરી હત...
Jan 01, 2025
ગાઢ ધુમ્મસ, હાડ થીજાવતી ઠંડી,17 રાજ્યમાં શીતલહેરની IMDની આગાહી
ગાઢ ધુમ્મસ, હાડ થીજાવતી ઠંડી,17 રાજ્યમાં...
Jan 01, 2025
Trending NEWS
01 January, 2025
01 January, 2025
01 January, 2025
01 January, 2025
31 December, 2024
31 December, 2024
31 December, 2024
31 December, 2024
31 December, 2024
31 December, 2024
Jan 02, 2025