લદાખમાં 14000 ફૂટ ઊંચાઈએ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા સ્થાપિત

December 28, 2024

દિલ્હી : ભારતે ફરી એકવાર ચીનને પોતાની તાકાત બતાવી છે. ભારતીય સેનાએ લદાખમાં છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. છત્રપતિ શિવાજીની આ ભવ્ય મૂર્તિને 14,300 ફૂટ ઊંચાઈ પર પૈગોંગ ત્સો ઝીલ (Pangong Tso Lake)ના કિનારે લગાવવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન ભારતીય સેનાના ઘણાં વરિષ્ઠ સૈન્ય અધિકારી પણ હાજર રહ્યા હતાં. ભારતે આવું કરીને ચીનને કડક સંદેશો આપ્યો છે. 
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @firefurycorps દ્વારા સેનાના આ કામની જાણકારી આપવામાં આવી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, '26 ડિસેમ્બર 2024ના દિવસે પૈગોંગ ત્સોના કિનારે 14,300 ફૂટની ઊંચાઈ પર છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રતિમા વીરતા, દૂરદર્શિતા અને અટલ ન્યાયનું પ્રતીક છે. આ પ્રતિમાનું અનાવરણ લેફ્ટિનન્ટ જનરલ હિતેશ ભલ્લાએ કર્યું. આ કાર્યક્રમમાં જીઓસી ફાયર એન્ડ ફ્યુર કૉર્પ્સ અને મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના જવાન સામેલ થયા હતા.