યુગાન્ડામાં શૈક્ષણિક પ્રવાસે નીકળેલી સ્કૂલનો બસનો દર્દનાક અકસ્માત, 20 બાળકો સહિત 21ના મોત
July 17, 2026
યુગાન્ડા : યુગાન્ડાથી એક ખૂબ જ દર્દનાક સમાચાર સામે આવ્યા છે, જ્યાં શૈક્ષણિક પ્રવાસથી પરત ફરી રહેલા માસૂમ બાળકોથી ભરેલી એક સ્કૂલ બસ અકસ્માતનો ભોગ બની ગઈ. પૂર્વ યુગાન્ડાના કપચોરવા જિલ્લામાં પ્રખ્યાત સિપી ફોલ્સ ફરીને પરત ફરી રહેલા વિદ્યાર્થીઓની બસ રોડ પરથી નીચે ઉતરીને પલટી ગઈ, જેના કારણે ઓછામાં ઓછા 20 બાળકો અને એક પુખ્ત વયના વ્યક્તિનું મોત થયું છે. અન્ય ઘણા બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એક ખુશખુશાલ શૈક્ષણિક પ્રવાસ થોડી જ ક્ષણોમાં શોકમાં ફેરવાઈ ગયો અને ઘણા પરિવારોએ પોતાના બાળકોને હંમેશા માટે ગુમાવી દીધા.
પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત ગુરુવારે રાત્રે પૂર્વ યુગાન્ડાના કપચોરવા જિલ્લામાં થયો હતો. રાજધાની કંપાલા સ્થિત કિંગ ડેવિડ જુનિયર સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત પ્રખ્યાત પર્યટન સ્થળ સિપી ફોલ્સ ગયા હતા. પરત ફરતી વખતે અચાનક બસ અનિયંત્રિત થઈ ગઈ અને રોડ પરથી નીચે ઉતરીને એક ખડક સાથે અથડાયા બાદ પલટી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 બાળકો અને એક પુખ્ત વયના વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. યુગાન્ડાના સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, મૃતક પુખ્ત વયના વ્યક્તિ સ્કૂલના સ્થાપક અને સંચાલક હોવાનું જણાય છે. અન્ય ઘણા બાળકોને ગંભીર ઈજાઓ થઈ છે, જેમાંથી ઓછામાં ઓછા નવ બાળકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
Related Articles
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ...
Sep 20, 2026
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના...
Sep 20, 2026
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો...
Sep 20, 2026
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026