'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ
July 17, 2026
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાને લઈને જાપાનના પૂર્વ ન્યાય મંત્રી હિદેકી માકિહારાએ તત્કાલીન ભારતીય મંત્રી અને અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. માકિહારાએ દાવો કર્યો કે પરિયોજનામાં થયેલા વિલંબ માટે સંપૂર્ણપણે ભારતીય પક્ષ જવાબદાર છે. ભારતીય અધિકારીઓએ વાતચીત દરમિયાન ઘણી વખત પોતાના વચનો પૂરા ન કર્યા અને માત્ર પોતાના હિતોને પ્રાથમિકતા આપી.
ભારતમાં શિંકાનસેન પરિયોજના સાથે તેઓ પોતે જોડાયેલા રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય બેઠકો તથા વાર્તાઓમાં ભારતીય પક્ષનું વલણ અત્યંત બિનજવાબદાર હતું. ભારતીય અધિકારીઓ વચનો આપતા હતા, પરંતુ તેને નિભાવતા ન હતા. એકવાર વચન આપ્યા પછી પણ તરત જ તેનાથી ફરી જતા હતા.' પૂર્વ જાપાની મંત્રીએ એવો પણ આરોપ લગાવ્યો કે પરિયોજના સાથે જોડાયેલા ભારતીય મંત્રીનું વલણ સૌથી ખરાબ હતું. તેમણે કહ્યું, 'જો ટોચના સ્તરે આવું વર્તન હોય, તો કોઈપણ પ્રકારની સકારાત્મક વાતચીત શક્ય બની શકે નહીં.' માકિહારાએ ત્યાં સુધી કહ્યું કે પરિયોજના આગળ ન વધવાનું 100 ટકા કારણ ભારતીય પક્ષ છે.
માકિહારાની ટિપ્પણી જાપાનના સીનિયર રેલવે એન્જિનિયર ઇસાઓ સુજીમુરાના એક લેખ બાદ સામે આવી છે. ટોક્યો સ્થિત બિઝનેસ પોર્ટલ ટોયો કેઇઝાઇ ઓનલાઇનમાં પ્રકાશિત લેખમાં સુજીમુરાએ દાવો કર્યો હતો કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજના મૂળ જાપાની શિંકાનસેન મોડલથી ઘણી અલગ થઈ ગઈ છે. દિલ્હીમાં મેટ્રો-વ્હીકલ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત સુજીમુરાએ લખ્યું કે ભારતીય અધિકારીઓ વ્યક્તિગત રીતે જાણતા હતા કે 2023 સુધીમાં પરિયોજના શરૂ કરવાનો લક્ષ્યાંક વાસ્તવિક ન હતો. જો કે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ આ પરિયોજના સાથે વ્યાવસાયિક રીતે જોડાયેલા નથી, પરંતુ તેની પ્રગતિ પર સતત નજર રાખી રહ્યા છે.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026