6 કલાકમાં રેલવે ટ્રેક કાપીને દેશનો પહેલો હાઇટેક સ્ટીલ અંડરપાસ બનાવાશે
July 17, 2026
સુરત : ભારતીય રેલવેના ઇતિહાસમાં ટૅક્નોલૉજી અને અદ્ભુત એન્જિનિયરિંગનો એક અનોખો ચમત્કાર સુરતના આંગણે આકાર લઈ રહ્યો છે. પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા સુરતના અત્યંત ધમધમતા ઉધના રેલવે સ્ટેશન ખાતે દેશનો સૌથી પહેલો 'સ્ટીલ આર્ચ ટૅક્નોલૉજી' આધારિત પદયાત્રી અંડરપાસ (પેડેસ્ટ્રિયન સબવે) બનાવવાની ઐતિહાસિક કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે, જે કામ પૂર્ણ કરવામાં મહિનાઓનો સમય નીકળી જતો હોય છે, તે કામ અહીં રેલવે તંત્ર અને L&T(લાર્સન એન્ડ ટુબ્રો)ની ટીમ દ્વારા માત્ર 6 કલાકના રૅકોર્ડબ્રેક સમયમાં જ પૂરું કરવામાં આવશે.
આ કોઈ સામાન્ય બાંધકામ નથી, પરંતુ ભારતીય રેલવે અને દેશની અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની L&T વચ્ચેના સંયુક્ત સંશોધન(R&D)નું એક અદ્ભુત પરિણામ છે. રેલવેના ટ્રેક પરથી પસાર થતી ટ્રેનોની ગતિ પ્રભાવિત ન થાય અને મુસાફરોની સુરક્ષા જળવાઈ રહે તે માટે આ હાઇટેક પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આ અંડરપાસ બની જવાથી ઉધના સ્ટેશન પરથી પસાર થતાં રોજના લાખો મુસાફરોને મોટો ફાયદો થશે. પશ્ચિમ રેલવેના મુંબઈ મંડળના ડીઆરએમ(DRM) પંકજસિંહે આ પ્રોજેક્ટની ચોંકાવનારી ટેકનિકલ માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે, આ કામગીરી માટે બપોરે 12:00થી સાંજના 6:00 વાગ્યા સુધીનો એક શોર્ટ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026