ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
July 17, 2026
છેલ્લા કેટલાક દિવસોથી બફારા અને ગરમીથી પરેશાન લોકોને હવે રાહત મળવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆર સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં આવતીકાલે એટલે કે 17 જુલાઈએ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
આવતીકાલે દિલ્હી, ચંદીગઢ અને હરિયાણાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને બપોર પછી ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. અહીં મહત્તમ તાપમાન 38°C થી 40°C વચ્ચે રહી શકે છે. જોકે, 18 અને 19 જુલાઈના રોજ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે અને આ બંને દિવસે ભારે વરસાદ અને તોફાનની આશંકા છે.
હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના પૂર્વીય ભાગોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે પશ્ચિમી યુપીમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. પશ્ચિમી યુપીમાં 18 જુલાઈ અને પૂર્વીય યુપીમાં 22 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે. આ સિવાય બિહાર, ઝારખંડ, સિક્કિમ અને ઓડિશામાં પણ 22 જુલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ છે.
બંગાળમાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ'
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે કોલકાતા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે, જેના કારણે ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ, કલિમપોંગ, જલપાઈગુડી, અલીપુરદ્વાર અને કૂચબિહારમાં 19 અને 20 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદ પડી શકે છે.
અતિભારે વરસાદ: અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે.
ભારે વરસાદ: ઉત્તરાખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, પૂર્વીય મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઓડિશા, બિહાર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ.
વ્યાપક વરસાદ: હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, છત્તીસગઢ, કોંકણ અને ગોવા, તટીય કર્ણાટક, કેરળ, માહે અને લક્ષદ્વીપ.
હળવો કે છૂટોછવાયો વરસાદ: પશ્ચિમી ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પૂર્વીય અને પશ્ચિમી રાજસ્થાન, પશ્ચિમી મધ્ય પ્રદેશ, વિદર્ભ, આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ, ઓડિશા, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકના આંતરિક વિસ્તારો. રાજસ્થાનમાં આગામી 5-6 દિવસ મોટેભાગે હવામાન સૂકું રહેશે, માત્ર જયપુર, ભરતપુર અને બીકાનેર વિસ્તારમાં જ છૂટોછવાયો હળવો વરસાદ થઈ શકે છે.
Related Articles
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્યા 18,513 કોલ્સ: રાજ્યમાં 3,785 અકસ્માત, અમદાવાદમાં મારામારીના સૌથી વધુ કેસ
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્...
Nov 12, 2026
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196 કિ.મી.ની ભ્રમણકક્ષામાં ગોઠવાયો
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196...
Nov 08, 2026
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન્દિરાજીએ માફી માંગી હતી : સોનિયા ગાંધી
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન...
Nov 08, 2026
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજીતની પાર્કિંગ વિવાદમાં હત્યા
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજ...
Nov 08, 2026
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી દિવાળી', બસ્તરમાં મોદીનો દાવો
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી...
Nov 08, 2026
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
Trending NEWS
08 November, 2026
08 November, 2026
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026