મોહાલીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, 20થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા

December 21, 2024

મોહાલી : પંજાબમાં મોહાલીમાં શનિવારે મોટી દુર્ઘટના બની. અહીં ત્રણ માળની એક બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં 20થી વધુ લોકો કાટમાળમાં દબાયા હોવાની શક્યતા છે. ઘટના સ્થળ પર પોલીસ અને તંત્રના અધિકારીઓ દોડી ગયા અને બચાવ-રાહત કામગીરી હાથ ધરી છે.
બિલ્ડિંગમાં એક જિમ ચાલતું હતું. બિલ્ડિંગની નજીક એક બેજમેન્ટનું ખોદકામ પણ ચાલી રહ્યું હતું, જેનાથી બિલ્ડિંગનો પાયો નબળો થઈ ગયો અને તે અચાનક ધરાશાયી થઈ ગયું. દુર્ઘટના સમયે જિમમાં લોકો એક્સરસાઇઝ કરી રહ્યા હતા, જેનાથી એ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે કાટમાળમાં જિમમાં હાજર લોકો દબાયા હોય શકે છે. તંત્ર જિમ સંચાલકોનો સંપર્ક કરી રહી છે કે દુર્ઘટના સમયે જિમમાં કેટલા લોકો હતા.