સુરતમાં લગ્ન સીઝનને લઈ GST વિભાગની કાર્યવાહી, 100 કરોડના બેનામી વ્યવહારો ઝડપ્યા

December 21, 2024

સુરતમાં લગ્ન સીઝનમાં GST વિભાગની કામગીરી જોવા મળી છે જેમાં લગ્ન સીઝનમાં 100 કરોડના બેનામી વ્યવહારો મળ્યા હોવાની વાત સામે આવી છે,સુરત, અમદાવાદ, રાજકોટમાં GST વિભાગે તપાસ હાથધરી છે,વડોદરા સહિત વિવિધ શહેરોમાં GST વિભાગની તપાસ કરવામાં આવી રહી છે,30થી વધુ પાર્ટી પ્લોટ પર GST વિભાગની તપાસ હાલમાં પણ ચાલી રહી ચે,અનેક પ્લોટ ધારકોએ તો GST પણ લીધા ન હોવાની વાત સામે આવી છે.

પ્લોટ ધારકોએ 18 ટકા ટેક્સ ચૂકવ્યો નહીં હોવાનું તપાસમાં સામે આવ્યું છે,GST અધિકારીઓએ CCTV પણ ચેક કર્યા છે સાથે સાથે પાનેતર, શેરવાની, સુટના વેપારીઓ પણ જીએસટી વિભાગની રડારમાં આવી ગયા હોવાની વાત છે.પ્લોટના માલિકોનો જેટલો વકરો એટલો સીધો નફો જેવી સ્થિતિનું સર્જન થયું છે,જ્યારે હજુ પણ ૩૦થી વધુ પાર્ટી પ્લોટ જીએસટી વિભાગના નિશાને હોવાની વાત છે.

ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) વિભાગ દ્વારા હાલ ગુજરાતમાં અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં કરચોરી પકડવા માટે સર્ચ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં ડિરેક્ટર જનરલ ઓફ્ GST ઇન્ટેલિજન્સ (DGGI)ના રિસર્ચના આધારે સેન્ટ્રલ GST (CGST)એ અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને આણંદ સહિત રાજ્યમાં 25 સ્થળોએ ઓઇલના વેપારીઓ તેમજ સ્ક્રેપના ડીલર્સ ઉપર સર્ચ અને દરોડાની કાર્યવાહી હાથધરી છે.