મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 11 કરોડથી વધુ કિમતનો ગાંજો ઝડપ્યો

December 21, 2024

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMI) ખાતેથી કસ્ટમ અધિકારીઓએ 19-20 ડિસેમ્બરની રાત્રે બેંગકોકથી આવતા એક મુસાફર પાસેથી રૂ. 11 કરોડથી વધુની કિંમતનો ગાંજો જપ્ત કર્યો હતો.મુસાફર 11.322 કિલો શંકાસ્પદ હાઇડ્રોપોનિક ગાંજા સાથે ઝડપાયો હતો, જેની કિંમત અંદાજે 11.32 કરોડ રૂપિયા છે.

કસ્ટમ અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે પેસેન્જરની પ્રોફાઇલ બનાવી અને વધુ તપાસ પર, પેસેન્જરની ટ્રોલી બેગની અંદર વેક્યૂમ સીલબંધ પ્લાસ્ટિકના પાઉચમાં છુપાયેલ ગેરકાયદેસર પદાર્થને રિકવર કર્યો.હાઇડ્રોપોનિક મારિજુઆનાને માદક પદાર્થ કેનાબીસની ઉચ્ચ ગ્રેડની વિવિધતા માનવામાં આવે છે. તેની બજાર કિંમત પણ ઘણી વધારે છે.