કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, CCTVમાં કેદ થઈ ઘટના
December 09, 2024

એડમોન્ટન : કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું નામ હર્ષદીપ સિંહ છે. હર્ષદીપને શુક્રવારે કેનેડાના એડમોન્ટનમાં તેના એપાર્ટમેન્ટમાં ગોળી મારી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે 2 શંકાસ્પદોની ધરપકડ કરી છે. આ હત્યાકાંડથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે આ ઘટના શુક્રવારે રાત્રે 12.30 વાગ્યે બની હતી. અભ્યાસની સાથે સાથે હર્ષદીપ સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. પરંતુ શુક્રવારે તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે, શનિવારે બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. બંનેની ઉંમર 30 વર્ષની આસપાસ છે. બંને પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ છે.
પોલીસે જણાવ્યું કે, 107 એવન્યુ વિસ્તારમાંથી કોલ આવ્યો હતો કે, એપાર્ટમેન્ટમાં ગોળીબાર થયો છે. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્યારે હર્ષદીપની લાશ મળી આવી હતી. હર્ષદીપનું મૃત્યુ થયું હતું. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ પણ તેને મૃત જાહેર કર્યો.
આ સમગ્ર ઘટના એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 3 લોકોની ગેંગે હર્ષદીપને પહેલા સીડી પરથી નીચે ફેંક્યો અને પછી પાછળથી તેના પર ગોળીબાર કર્યો. હર્ષદીપનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. થોડા સમય પછી સીટીવી વીડિયોમાં એક મહિલા અને એક પુરુષ દેખાય છે. આ વ્યક્તિના હાથમાં બંદૂક છે, અને તે સતત બૂમો પાડી રહ્યો છે. જ્યારે મહિલા અને કેટલાક લોકો તેની આસપાસ ઉભા છે. આ પછી જ બધાએ ભેગા મળીને હર્ષદીપને સીડી નીચે ફેંકી દીધો અને તેના પર ગોળીબાર શરૂ કર્યો. જો કે કેનેડિયન પોલીસે હજુ સુધી વીડિયોની પુષ્ટિ કરી નથી.
Related Articles
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ, ગત અઠવાડિયે જ થયું હતું ઓપનિંગ
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ,...
Jul 10, 2025
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસામે અથડાયા બે પ્લેન, ભારતીય પાયલટ સહિત બેના મોત
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસા...
Jul 10, 2025
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
Trending NEWS

11 July, 2025

11 July, 2025

10 July, 2025

10 July, 2025

10 July, 2025

10 July, 2025

10 July, 2025
09 July, 2025

09 July, 2025

09 July, 2025