થાઈલેન્ડની સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ, બે ઘટનાઓમાં 22 બાળકો સહિત 34ના મોત, સમગ્ર દેશમાં હડકંપ

February 11, 2026

થાઇલેન્ડમાં સૌથી મોટી માસ ફાયરિંગની બે ઘટનાઓ સામે આવી છે. જેમાં 22 બાળકો સહિત 34 લોકોના મોત નિપજ્યાં છે. એક પૂર્વ પોલીસ અધિકારીએ એક ડેકેર સેન્ટરમાં ઘૂસીને 34 લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરી હતું. જ્યારે બીજી ઘટનામાં દક્ષિણ થાઇલેન્ડના હાટ યાઇમાં એક 18 વર્ષીય વ્યક્તિએ શાળામાં ગોળીબાર કર્યો છે. બે ઘટનાથી થાઈલેન્ડમાં હાહાકાર મચ્યો છે. 

આ થાઈલેન્ડના ઈતિહાસની સૌથી ભયાવહ ઘટના છે. એક પૂર્વ પોલીસ અધિકારીએ ડે કેર સેન્ટરમાં ઘૂસી 34 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા, ફાયરિંગનો ભોગ બનનારમાં 22 બાળકો અને 12 પુખ્ત વયના લોકોનો સમાવેશ થાય છે. સ્થાનિક તંત્ર મુજબ આ દેશના ઇતિહાસનું સૌથી ઘાતક માસ ફાયરિંગ છે. ઘટના બાદ વિસ્તાર સહિત દેશમાં શોકનો માહોલ છે અને લોકોમાં ગુસ્સો પણ છે. પોલીસ તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને હુમલા પાછળનું કારણ જાણવા ચક્રો ગતિમાન કર્યા છે. 

જ્યારે બીજી ઘટનામાં સોંગખલા પ્રાંતની એક શાળામાં 18 વર્ષીય બંદૂકધારી યુવક શાળામાં બંદૂક લઈને પહોંચ્યો હતો. જ્યાં તેને બહેનને ઠપકો આપનાર શિક્ષકને શોધવા એમ-4 ગનથી ફાયરિંગ કર્યું હતું. જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક મહિલા કર્મચારીને બંધક બનાવી લીધી હતી.