દુબઈનો જબરો કિસ્સો: લાખોના દાગીના ભરેલી થેલી મહિલાએ ભૂલથી કચરાપેટીમાં ફેંકી દીધી
February 08, 2026
સફાઈકર્મીની ઈમાનદારીથી સોનું પરત મળ્યું
દુબઈનો એક જબરદસ્ત કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા સફાઈ કામ કરતી વખતે લાખોના દાગીના ભરેલી થેલી ભૂલથી કચરાપેટીમાં ફેંકી દે છે. આ અંગે તેને ખ્યાલ રહેતો નથી. જોકે, થોડા દિવસ પછી મહિલાએ ઘરમાં થેલી તપાસતા મળી ન હતી. આ પછી મહિલા સોનું મળશે તેની આશા પણ ખોઈ બેઠી હતી. જોકે, એક દિવસે પોલીસમાંથી ફોન આવે છે અને તેમને સોનું ભરેલી થેલી મળે છે. સમગ્ર મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી, તેમ છતાં પણ તેને સ્થાનિક સફાઈકર્મીની ઈમાનદારીના કારણે તેની કિંમતી વસ્તુ પરત મળે છે.
ઘટના એમ છે કે, આશરે 23 વર્ષ સંયુક્ત અરબ અમીરાતના દુબઈમાં રહીને ભારત પરત ફરેલી કામિની કાનન એક લગ્નમાં સામેલ થવા માટે દુબઈ ગઈ હતી. જ્યાં કામિનીએ સોનામાં ઈનવેસ્ટ કર્યું હતું. ઘણા સમય બાદ દુબઈ ગયા બાદ કામિનીએ ગોલ્ડ લીધું હતું. આ પછી, કામિનીએ 12 લાખની કિંમતનું 22 કેરેટ સોનું એક થેલીમાં રાખીને ઘરમાં મૂકે છે. જેમાં સફાઈ કામ કરતી વખતે કામિનીએ સોનું ભરેલી થેલી કચરાપેટીમાં ફેંકી દે છે. ત્યારબાદ 4 ફેબ્રુઆરીએ કામિનીને તેમનું સોનું પરત મળે છે.
સોનું રાખેલી થેલી એક સફાઈકર્મીને મળી હતી. આ પછી સફાઈકર્મી સોનાની થેલીને લઈને પોલીસ પાસે ગયો હતો. જેમાં પોલીસ પૂછપરછ અને તપાસમાં કચરો કઈ બિલ્ડિંગથી લેવામાં આવ્યો સહિતની માહિતી મેળવતા મૂળ માલિક કોણ છે તેનો ખ્યાલ આવ્યો હતો. જેને લઈને કામિનીના પુત્ર અભિમન્યુને પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવીને સોનું ચકાસ્યા બાદ પરત કરવામાં આવે છે.
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026