અમેરિકા-ઇરાન વચ્ચેની બેઠક 'ફેલ' થતાં ટ્રમ્પે નવા પ્રતિબંધ ઝીંક્યા, પણ ટેન્શન વચ્ચે આશાનું કિરણ
February 07, 2026
ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ઓમાનની રાજધાની મસ્કતમાં બંને દેશો વચ્ચે ચાલેલી પરોક્ષ વાતચીત હજુ માંડ પૂરી થઈ હતી, ત્યાં જ અમેરિકાએ ઈરાન વિરુદ્ધ કડક તેલ પ્રતિબંધોની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન તેલની કમાણીનો ઉપયોગ દુનિયામાં અસ્થિરતા ફેલાવવા અને પોતાના દેશમાં લોકોનું દમન કરવા માટે કરે છે, તેથી તેના તેલ નિકાસને રોકવુ જરૂરી છે. ડોનાલ્ડ ટ્રમ્પની 'મેક્સિમમ પ્રેશર'(મહત્તમ દબાણ) નીતિ હેઠળ લેવાયેલા આ નિર્ણયથી તેહરાન હાલ ફસાયેલું જોવા મળી રહ્યું છે. આ નવા પ્રતિબંધોમાં અમેરિકાએ ઈરાની તેલ વહન કરતા 14 જહાજોને નિશાન બનાવ્યા છે, જેમાં તૂર્કીયે, ભારત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના ધ્વજ ધરાવતા જહાજોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, 15 કંપનીઓ અને 2 વ્યક્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આ જહાજો કે સંસ્થાઓ સાથેનો કોઈપણ વ્યવહાર અમેરિકન કાયદા મુજબ ગેરકાયદેસર ગણાશે. અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસન ઈરાનના ગેરકાયદે તેલ અને પેટ્રોકેમિકલ નિકાસને રોકવા માટે મક્કમ છે. આ ઘટનાક્રમની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઓમાનની વાતચીતને હકારાત્મક ગણાવી હતી, પરંતુ અમેરિકાએ વાતચીતની સાથે દબાણ ચાલુ રાખવાની પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ઈરાનમાં ચાલી રહેલા આંતરિક વિરોધ પ્રદર્શનો અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાનના દરિયાકાંઠા પાસે સૈન્ય હાજરી પણ વધારી દીધી છે. નિષ્ણાતો માને છે કે અમેરિકા એક તરફ રાજદ્વારી માર્ગ ખુલ્લો રાખીને બીજી તરફ આર્થિક અને સૈન્ય રીતે ઈરાનને ઘૂંટણિયે લાવવા માંગે છે.
Related Articles
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત, ઘરમાં જ નજરકેદ રહેશે! સત્તા પર હજુ સૈન્યનો કબજો
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત,...
May 01, 2026
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની સંપત્તિ તપાસાશે, નેપાળમાં બાલેન શાહનો માસ્ટરસ્ટ્રોક
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની...
May 01, 2026
અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500 ટન વિસ્ફોટક, ઈરાન પર હુમલાની આશંકા
અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500...
May 01, 2026
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25 દંડ
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર...
Apr 30, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવતાં કહ્યું - અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે!
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા,...
Apr 30, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન મમદાણીએ ઊઠાવ્યો અવાજ
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકા...
Apr 30, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026