રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર ચાકુથી હુમલો હુમલાખોર 'નીયો-નાઝી' વિચારધારાથી પ્રભાવિત
February 09, 2026
નવી દિલ્હી : રશિયાનાં ઉફા શહેરમાં મેડિકલ યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ઉપર થયેલા હુમલાથી રશિયન ફેડરેશન તંત્ર પણ આંચકો ખાઈ ગયું છે. આ હુમલાથી ૪ ભારતીય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. અન્ય કેટલાયને ઓછી-વત્તી ઈજાઓ થઈ છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલે છે. રશિયન મીડીયાનાં જણાવ્યા પ્રમાણે હુમલાખોર સ્પેરોસ ક્રૂ એક ૧૫ વર્ષનો કિશોર છે. તે કટ્ટરવાદી, નીઓ-નાઝી વિચારધારાથી રંગાયેલો છે. આ સંગઠનને રશિયાની સુપ્રીમ કોર્ટે ૨૦૨૧માં આતંકી સંગઠન તરીકે જાહેર કરી દીધું હતું.
વધુમાં જાણવા મળ્યું છે કે આ કિશોર ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ફેલાવામાં આવતાં કન્ટેન્ટને લીધે એક તરફ જાતિય વિચારધારા (વ્હાઈટસ આર સુપ્રીમ) તથા બીજી તરફ હિંસક કાર્યવાહીની વિચારધારાથી રંગાઈ ગયો હતો. પોલીસ સૂત્રો જણાવે છે કે, સ્પૈરોસ ક્રૂ તેના હિંસક વિચારો માટે સ્થાનિક એજન્સીઓના રડાર ઉપર હતો જ, પરંતુ તે આટલો મોટો હુમલો કરશે તેમ કોઈ માનતું ન હતું.
પોલીસ કહે છે કે તે હુમલા પાછળ વંશીય વિચારધારા સાથે કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરિત થઈ ગયો હશે. આ માત્ર અપરાધિક જ નહીં પરંતુ આઈડીયોલોજીકલ એટક પણ કહી શકાય. હોસ્ટેલ રૂમની દિવાલો ઉપર લોહીથી સ્વસ્તિકની નિશાની કરવામાં આવી છે.
Related Articles
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત, ઘરમાં જ નજરકેદ રહેશે! સત્તા પર હજુ સૈન્યનો કબજો
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત,...
May 01, 2026
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની સંપત્તિ તપાસાશે, નેપાળમાં બાલેન શાહનો માસ્ટરસ્ટ્રોક
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની...
May 01, 2026
અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500 ટન વિસ્ફોટક, ઈરાન પર હુમલાની આશંકા
અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500...
May 01, 2026
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25 દંડ
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર...
Apr 30, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવતાં કહ્યું - અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે!
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા,...
Apr 30, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન મમદાણીએ ઊઠાવ્યો અવાજ
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકા...
Apr 30, 2026
Trending NEWS
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026