અમેરિકામાં વિઝા મેળવવા બોગસ લૂંટનું નાટક કરનાર ગુજરાતી યુવક દોષિત, દંડ સાથે જેલ અને દેશનિકાલની શક્યતા
June 29, 2026
અમેરિકામાં ગેરકાયદેસર રીતે વિઝા મેળવવા માટે સશસ્ત્ર લૂંટનું નાટક રચવાના કૌભાંડમાં મિતુલ પટેલ નામના વધુ એક ગુજરાતી યુવકે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. તપાસ એજન્સીઓને મદદ કરનાર અને હિંસક ગુનાનો ભોગ બનનાર વ્યક્તિઓને આપવામાં આવતા યુ નોન ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે આ સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હતું. અમેરિકન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, મૂળ ગુજરાતી એવા મુખ્ય સૂત્રધાર રામ પટેલે પોતાના સાથીઓ સાથે મળીને માર્ચ 2023માં આ ષડયંત્રની શરૂઆત કરી હતી.
આ કૌભાંડને અંજામ આપવા માટે મેસેચ્યુસેટ્સ તેમજ અન્ય વિસ્તારોમાં આવેલી કરિયાણાની દુકાનો, દારૂના પીઠા અને ખાણીપીણીની રેસ્ટોરેન્ટ્સમાં બોગસ લૂંટ કરવામાં આવતી હતી. પૂર્વઆયોજિત યોજના મુજબ, એક નકલી લૂંટારો હથિયાર જેવી વસ્તુ લઈને દુકાનમાં પ્રવેશતો અને કર્મચારીઓને ડરાવીને ગલ્લામાંથી રોકડ રકમ લઈને ફરાર થઈ જતો હતો. વિઝાની અરજી માટે મજબૂત પુરાવા ઊભા કરી શકાય તે હેતુથી આખી ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ કરવામાં આવતી હતી. આ ઉપરાંત, દુકાનના કર્મચારીઓ લૂંટારાને ભાગવાનો પૂરતો સમય મળી રહે તે માટે પોલીસને જાણ કરવામાં પણ ઈરાદાપૂર્વક વિલંબ કરતા હતા.
વિઝાનો લાભ લેવા ઈચ્છતા લોકો પોતે ગુનાનો ભોગ બન્યા છે તેવું દર્શાવવા માટે મુખ્ય સૂત્રધાર રામ પટેલને મોટી રકમ ચૂકવતા હતા અને દુકાન માલિકોને પણ જગ્યાનો ઉપયોગ કરવા દેવા બદલ વળતર આપવામાં આવતું હતું. મિતુલ પટેલ પર ઓક્ટોબર 2023માં વોર્સેસ્ટરના એક સ્ટોરમાં થયેલી નકલી લૂંટમાં ભોગ બન્યા હોવાનું નાટક કરવા માટે નાણાં આપવાનો આરોપ હતો. આ કેસમાં અગાઉ મે 2025માં રામ પટેલ અને ગાડી ચલાવનાર બલવિંદર સિંહ પણ દોષિત સાબિત થઈ ચૂક્યા છે. વિઝા માટેની આ છેતરપિંડીના કેસમાં દોષિતોને મહત્તમ પાંચ વર્ષની જેલ, અંદાજે 2.5 કરોડ રૂપિયા સુધીનો દંડ અને સજા પૂરી થયા બાદ અમેરિકામાંથી દેશનિકાલ કરવાની કડક જોગવાઈ છે.
અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમનો ગેરલાભ ઉઠાવવાના આ ગંભીર ગુનામાં બોસ્ટનની જ્યુરીએ અન્ય 10 પાટીદારો સામે પણ સત્તાવાર રીતે ગુનો નોંધ્યો છે. આ તમામ આરોપીઓ મૂળ ગુજરાતના છે અને અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા. તપાસ દરમિયાન સામે આવેલા નામોમાં 39 વર્ષીય જિતેન્દ્રકુમાર પટેલ, 36 વર્ષીય મહેશકુમાર પટેલ, 45 વર્ષીય સંજયકુમાર પટેલ, 40 વર્ષીય દીપિકા પટેલ, 52 વર્ષીય રમેશ પટેલ, 43 વર્ષીય અમિતા પટેલ, 28 વર્ષીય રોનકકુમાર પટેલ, 36 વર્ષીય સંગીતા પટેલ, 42 વર્ષીય મિન્કેશ પટેલ અને 42 વર્ષીય સોનલ પટેલનો સમાવેશ થાય છે, જેઓ હવે જેલની સજા અને દેશનિકાલનો સામનો કરી રહ્યા છે.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026