કઝાકિસ્તાનની 1.6 અબજ ડોલરની ડીલમાં ટ્રમ્પ પરિવારે કરોડોનો નફો રળ્યાનો આરોપ, 'અમેરિકા ફર્સ્ટ' નીતિ પર ઉઠ્યા સવાલ
June 29, 2026
કઝાકિસ્તાન સાથે 1.6 અબજ ડોલરના ટંગસ્ટન પ્રોજેક્ટને લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર અને તેમની સરકારના વાણિજ્ય મંત્રીના પરિવાર સામે હિતોના સંઘર્ષના ગંભીર આરોપો લાગ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, સરકારી ડીલ દરમિયાન જ ટ્રમ્પના દીકરાઓ અને વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકના પરિવાર સાથે જોડાયેલી કંપનીઓએ પ્રોજેક્ટમાં ભાગીદારી ખરીદી હતી. આ સોદાથી ટ્રમ્પ પરિવારને આશરે 13,500 કરોડ રૂપિયાનો આર્થિક લાભ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ પર સવાલો ઊભા થયા છે.
અહેવાલ મુજબ, અમેરિકા અને કઝાકિસ્તાન વચ્ચે વિશ્વના સૌથી મોટા ટંગસ્ટન ભંડારના વિકાસ માટે આ સરકારી કરાર કરવામાં આવ્યો છે. વૈશ્વિક ટંગસ્ટન બજારમાં ચીનનું પ્રભુત્વ હોવાથી અને ચીન દ્વારા નિકાસ પર નિયંત્રણ વધારવામાં આવી રહ્યું હોવાથી આ સોદો અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક હિત માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટંગસ્ટનનો ઉપયોગ મિસાઇલ વોરહેડ્સ, ફાઇટર જેટ્સ, સેમિકન્ડક્ટર્સ અને આધુનિક સૈન્ય ટેક્નોલોજીમાં થાય છે, જેથી અમેરિકા ચીન પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે.
દસ્તાવેજો મુજબ, સપ્ટેમ્બર 2025માં ન્યૂયોર્કની સેન્ટ રેજિસ હોટેલમાં વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક અને કઝાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં ટ્રમ્પે ફોન કરીને કઝાકિસ્તાનને આ ડીલ માટે રાજી કર્યું હોવાનું કહેવાય છે. ત્યારબાદ ટ્રમ્પ ટાવરથી સંચાલિત 'ડોમિનારી સિક્યોરિટીઝ'એ પ્રોજેક્ટની મુખ્ય કંપનીના શેર ખરીદ્યા હતા, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પની 20 ટકા ભાગીદારી હોવાનું જણાવાયું છે. બીજી તરફ, લુટનિકના દીકરાઓની કંપની 'કેન્ટર ફિટ્ઝગેરાલ્ડ'એ આ પ્રોજેક્ટ માટે 210 મિલિયન ડોલરનું ભંડોળ પણ એકત્ર કર્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ અને લુટનિક પરિવાર સાથે જોડાયેલી કંપનીઓ સરકાર સમર્થિત ઓછામાં ઓછા 14 માઇનિંગ પ્રોજેક્ટ્સમાં હિસ્સો ધરાવે છે અને અંદાજે 8.9 અબજ ડોલરના ફેડરલ ફંડિંગ, લોન અથવા મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં આગળ છે. અમેરિકન સાંસદ મેક્સિન ડેક્સ્ટરે આ મામલે ટેક્સદાતાઓના નાણાંનો ઉપયોગ દેશહિતમાં થવો જોઈએ, પરિવારના લાભ માટે નહીં, તેવી ટિપ્પણી કરી છે. જોકે, વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ તમામ આરોપો ફગાવીને જણાવ્યું છે કે સરકારના નિર્ણયો માત્ર જનહિત અને સપ્લાય ચેનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાય છે, જ્યારે વાણિજ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હોવર્ડ લુટનિક પોતાની કંપનીના શેર અગાઉ જ વેચી ચૂક્યા હોવાથી તેમને આ નિર્ણયો સાથે કોઈ સંબંધ નથી.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026