'અમારા ઘરે પોલીસ અધિક્ષક કચરા-પોતાં કરે છે' તેવો રૌફ જમાવી કર્મચારીને માર મારનાર ક્રિકેટર શશાંક સિંહ અને તેના પિતા સામે ગુનો દાખલ
June 30, 2026
મધ્યપ્રદેશના ભોપાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ રમી ચૂકેલા ક્રિકેટર શશાંક સિંહ અને તેમના પિતા શૈલેષ સિંહ સામે પોતાના જ નિવાસસ્થાનમાં કામ કરતા એક યુવકને ગોંધી રાખીને માર મારવાની ફરિયાદ નોંધાઈ છે. શશાંકના પિતા પોલીસ વિભાગમાં વિશેષ મહાનિદેશક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી અને ક્રિકેટર પુત્રએ કર્મચારી સાથે ગેરવર્તન કરી હુમલો કરતા ભોપાલ પોલીસે આ મામલે ફરિયાદ મળ્યાના 24 કલાક બાદ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
પીડિત યુવકે પોલીસને આપેલી માહિતી મુજબ, તેને કાયમી નોકરીની લાલચ આપીને આ મકાનમાં કામે રાખવામાં આવ્યો હતો. જોકે, ત્યાં તેની પાસે આખો દિવસ ઊભા રહીને મજૂરી કરાવવામાં આવતી હતી. યુવકનો આરોપ છે કે ક્રિકેટર અને તેના પિતાએ તેની સાથે ગુંડા જેવું વર્તન કર્યું હતું અને સત્તાનો રૌફ જમાવતા કહ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ તેમને નમન કરતા હતા તથા પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ તેમના ઘરે સાફસફાઈ કરવા આવતા હતા. યુવકના કહેવા પ્રમાણે, આરોપીઓએ તેનો ફોન પણ 3 દિવસ સુધી જપ્ત કરી લીધો હતો.
આ ઘટનામાં યુવકે શશાંક સિંહ, તેમના પિતા અને તેમના વાહનચાલક પર શારીરિક હુમલો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પીડિતના જણાવ્યા અનુસાર, જ્યારે તેને ઢોર માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે શશાંકની બહેને પણ ત્યાં આવીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવક સતત હાથ જોડીને તેમને ન મારવા માટે આજીજી કરી રહ્યો હતો, તેમ છતાં કોઈએ તેની વાત સાંભળી ન હતી અને તેને સતત અપશબ્દો બોલીને હેરાન કરવામાં આવતો હતો.
કામ ન કરવા પર રોજેરોજ અપશબ્દો બોલવા અને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવાની આ ઘટનામાં ભોપાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારી અને જાણીતા ખેલાડી સામે નોંધાયેલા આ ગંભીર કેસમાં હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. જોકે, આ સમગ્ર વિવાદ અને મારામારીના આક્ષેપો અંગે ક્રિકેટર શશાંક સિંહ કે તેમના પરિવાર તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
Related Articles
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી શ્રેયસ ઐયરે રચ્યો ઇતિહાસ, ટોપ 4માં 3 ખેલાડી ભારતના
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી...
Oct 14, 2026
ત્રીજી T20: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 14 રને શાનદાર જીત, અર્શદીપ-અભિષેક મેચના હીરો
ત્રીજી T20: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 14...
Oct 12, 2026
ભારત સામે બાથ ભીડવા ન્યૂઝીલેન્ડે ODI ટીમ જાહેર કરી, ધુરંધર બેટરની ફરી વાપસી
ભારત સામે બાથ ભીડવા ન્યૂઝીલેન્ડે ODI ટીમ...
Oct 12, 2026
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
Trending NEWS
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
22 October, 2026
21 October, 2026
21 October, 2026