ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે ઓટાવામાં હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાઈ
February 09, 2026
ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવ બાદ હવે સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નતાલી ડ્રોઈન વચ્ચે શનિવારે (સાતમી ફેબ્રુઆરી) ઓટાવામાં એક હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશો રાષ્ટ્રીય સુરક્ષા, ડ્રગ્સની હેરફેર અને આંતરરાષ્ટ્રીય ગુનાઈત નેટવર્કને રોકવા માટે પરસ્પર સહયોગ વધારવા સંમત થયા છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, બંને દેશોએ કાયદાના અમલીકરણ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા માટે એક સામાન્ય યોજના બનાવી છે. જેમાં આંતરરાષ્ટ્રીય અપરાધો અને ગુનાઈત નેટવર્કની માહિતી શેર કરવા માટે બંને દેશો ખાસ અધિકારીઓની નિમણૂક કરશે. ગેરકાયદે નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે બંને દેશોની એજન્સીઓ વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવામાં આવશે. સાયબર સુરક્ષાના પડકારો અને ઇમિગ્રેશન ફ્રોડ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા ચાલુ રાખવા માટે સહમતી બની છે.
2023માં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ આવી હતી. આ વિવાદ બાદ આ પ્રથમ પ્રસંગ છે જ્યારે બંને દેશો આટલા ઉચ્ચ સ્તરે સુરક્ષા અને સહયોગ માટે સંમત થયા હોય. આ પ્રયાસોને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોને ફરીથી પાટા પર લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલની આ મુલાકાત એટલા માટે પણ મહત્ત્વની છે કારણ કે કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની આવતા મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. તે પહેલા આ સુરક્ષા કરાર થવાથી બંને દેશો વચ્ચેના વિવાદિત મુદ્દાઓ પર બરફ ઓગળશે તેવું માનવામાં આવી રહ્યું છે.
વિદેશ મંત્રાલય અનુસાર, બંને દેશો નાગરિકોના રક્ષણ માટેની પહેલમાં થયેલી પ્રગતિને સ્વીકારે છે અને સ્થાનિક કાયદા તથા આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ હેઠળ છેતરપિંડી અને ઇમિગ્રેશનના મુદ્દાઓ પર સહયોગ કરવા સંમત થયા છે.
Related Articles
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધ...
Jun 23, 2026
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવ...
Jun 23, 2026
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇ...
Jun 23, 2026
કેરળમાં પક્ષના નબળા પ્રદર્શનને લીધે જ્યોર્જ કુરિયનને રાજ્યસભાની ટિકિટ ન મળતાં મંત્રી પદ છોડ્યું
કેરળમાં પક્ષના નબળા પ્રદર્શનને લીધે જ્યો...
Jun 23, 2026
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલ...
Jun 22, 2026
6 સાંસદો બાદ 14 ધારાસભ્યો શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવની શિવસેનામાં હડકંપ, ઈમરજન્સી બેઠક
6 સાંસદો બાદ 14 ધારાસભ્યો શિંદે સેનામાં...
Jun 22, 2026
Trending NEWS
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026