કેનેડામાં વધુ એક નિયમ બદલાયો, જોબ ડિમાન્ડ હશે તો જ PG સ્ટુડન્ટને વર્કપરમિટ અપાશે
December 13, 2024

વિદ્યાર્થીઓએ હવે જે સેક્ટરમાં કાર્યકુશળ કારીગરોની ડિમાન્ડ હોય તેને લગતા જ કોર્સ કરવા પડશે
ટોરોન્ટો : કેનેડાની સરકારે ફરી એકવાર સ્ટુડન્ટ્સ વિઝાની નીતિમાં ફેરફાર કર્યો છે. પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અરજી કરનાર પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી તેની લાયકાત પ્રમાણેના જોબની જરૂરિયાત હશે તો જ તેમને વર્ક પરમિટ આપવામાં આવશે. કેનેડા સરકારના આ નિર્ણયની ગુજરાત અને ભારતથી કેનેડા અભ્યાસ કરવા માટે ગયેલા અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સનો કોર્સ કરી રહેલા 23 ટકા વિદ્યાર્થીઓ પર અસર પડશે. પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને કોઈ વિદ્યાર્થી બહાર નીકળે ત્યારે તેની સ્કીલ પ્રમાણેના જોબને ઓક્યુપેશન ડિમાન્ડ લિસ્ટમાંથી જ કાઢી નાખીને તેમની હાલાકી વધારી દે તેવી સંભાવના વધી ગઈ છે.
પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી જોબ મળી જ જશે તેવી નિશ્ચિતતાનો આ સાથે જ છેદ ઊડી જશે એમ જણાવતા કેનેડાના વિઝાના એક્સપર્ટ્સ પંકજ પટેલ કહે છે કે 'આ સંજોગોમાં લાખોની ફી ખર્ચીને પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને જોબ માર્કેટમાં એન્ટ્રી લેશે. ત્યારે તેની કાર્યકુશળતા પ્રમાણેનો જોબની ડિમાન્ડ જન હોવાનું જણાવીને તેમને જોબથી અને વર્કપરમિટથી વંચિત કરી દેવાની નીતિ કેનેડાની સરકાર અપનાવી રહી છે. હા, પી.એચડી. કરનારા વિદ્યાર્થીઓને જોબમળી શકશે. પરંતુ તેઓ નવા નક્કી કરેલા ધોરણો મુજબ પાત્રતા ધરાવતા હોવા જોઈએ.'
ઓસ્ટ્રેલિયાની સરકાર 2011ની સાલથી આ નીતિ અપનાવતી આવી છે. પરિણામે ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે જઈને કાયમી નિવાસી તરીકેનો દરજ્જો હાંસલ કરવા માગતા વિદ્યાર્થીઓને કાયમી નિવાસીનું સ્ટેટસ મળતા સાતથી આઠ વર્ષ જેટલો સમય લાગી જાય છે. હવે કેનેડા ભણવા જનારા વિદ્યાર્થીઓએ પણ કાયમી નિવાસીનું સ્ટેટસ મેળવવા માટે 8થી વધુ વર્ષ સુધી રાહ જોવાની નોબત આવી શકે છે.
સરકારને કરેલી નવી જોગવાઈને કારણે કેનેડા અભ્યાસ કરીને સેટલ થવા માટે જવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ જે સેક્ટરમાં કાર્યકુશળ કારીગરોની ડિમાન્ડ હોય તે જ સેક્ટરના કોર્સનો અભ્યાસ કરવાની ફરજ પડશે. વરસોથી ડિપ્લોમા કે પછી ચોક્કસ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન લઈને વર્ક પરમિટ મેળવી લેવાની વ્યવસ્થા પર પડદો પડી રહ્યો છે. શ્રમિકોના બજારમાં ડિમાન્ડ હોય તેવી જકુશળત ડેવલપ કરી આપતા કોર્સ પસંદ કરવા પડશે.
Related Articles
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે કેનેડાની ચૂંટણીમાં રચ્યો ઇતિહાસ, ભારત પ્રત્યે કેવું છે વલણ?
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે...
Apr 29, 2025
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ્રમ્પની ધમકીઓના કારણે છેલ્લી ઘડીએ પલટાયા સમીકરણ
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ...
Apr 29, 2025
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM કાર્નીની લિબરલ પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે મુકાબલો
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM...
Apr 28, 2025
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક : 11નાં મોત, 20થી વધુ ઘાયલ
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક...
Apr 28, 2025
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ:સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની કોશિશ
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ...
Apr 26, 2025
કેનેડામાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની હત્યા, ઓફિસ જતી વેળાએ બસ સ્ટોપ પર ગોળી વાગી
કેનેડામાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની હત...
Apr 19, 2025
Trending NEWS

29 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025

28 April, 2025

28 April, 2025

28 April, 2025

28 April, 2025

28 April, 2025

28 April, 2025