કેનેડામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીની હત્યાથી ભારત ભડક્યું, કહ્યું, વંશીય ગુનાથી સાવધ રહો
December 13, 2024

ટોરોન્ટો : ભારત અને કેનડા વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા થયા બાદ કેનેડાએ ભારત પર સતત ગંભીર આક્ષેપો કરતી રહે છે, તો બીજી તરફ ભારત પણ તેના આક્ષેપોને પાયાવિહોણા ગણાવી જડબાતોડ જવાબ આપતી રહી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે કેનેડામાં એક સપ્તાહમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની હત્યા થઈ છે, જેના કારણે ભારતે રોષ ઠાલવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ ઘટના બાદ ઓટાવા સ્થિત ભારતીય હાઈ કમિશને કેનેડા અધિકારીઓ સમક્ષ ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું કે, કેનેડામાં ભારતીય નાગિરકોની સલામતી, સુરક્ષા અને કલ્યાણ અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કનેડામાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ ભારતીયોની હત્યા કરવામાં આવી છે, જે એક કમનસીબ દુર્ઘટના છે. કેનેડામાં આપણા નાગિરકો સાથે થયેલી ભયાનક દુર્ઘટનાથી અમે દુઃખી છીએ.
તેમણે કહ્યું કે, અમે મૃતકના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છે. આ ઘટના મુદ્દે આપણા ટોરોન્ટો અને વેનકુવરના ઉચ્ચ કમિશન અને કોન્સ્યુલેટ્સ સંભવ તમામ મદદ કરી રહ્યા છે. અમે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવીશું. અમે કેનેડામાં ભારતીયો વિરુદ્ધની આ ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરાવવા માટે સ્થાનીક અધિકારીઓના સંપર્કમાં છીએ.
Related Articles
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા માગ, ખાલિસ્તાનીઓએ પરેડ યોજી, PM સામે ઉઠ્યા સવાલ
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા મા...
May 05, 2025
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે કેનેડાની ચૂંટણીમાં રચ્યો ઇતિહાસ, ભારત પ્રત્યે કેવું છે વલણ?
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે...
Apr 29, 2025
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ્રમ્પની ધમકીઓના કારણે છેલ્લી ઘડીએ પલટાયા સમીકરણ
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ...
Apr 29, 2025
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM કાર્નીની લિબરલ પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે મુકાબલો
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM...
Apr 28, 2025
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક : 11નાં મોત, 20થી વધુ ઘાયલ
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક...
Apr 28, 2025
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ:સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની કોશિશ
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ...
Apr 26, 2025
Trending NEWS

07 May, 2025