ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કારની આગ ઘર સુધી ફેલાઈ, અનેક સિલિન્ડર બ્લાસ્ટ થતાં 7ના મોત
March 18, 2026
મધ્યપ્રદેશના ઈન્દોરમાં વહેલી સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા સાત લોકોના મોત થયા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ પોઈન્ટમાં થયેલા વિસ્ફોટને કારણે આગ લાગી હતી, જેણે જોતજોતામાં આખા મકાનને ઝપેટમાં લઈ લીધું હતું.
મધ્યપ્રદેશના ઈન્દોરના બ્રિજેશ્વરી એનેક્સ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના બની છે. એક બહુમાળી મકાનમાં લાગેલી ભીષણ આગમાં સાત રહેવાસીઓએ જીવ ગુમાવ્યા છે. ઘટનાની જાણ થતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ શિવમ વર્મા અને પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.
પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, આ મકાનની બહાર એક ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જ થઈ રહ્યું હતું. ચાર્જિંગ પોઈન્ટમાં અચાનક વિસ્ફોટ થતા આગ લાગી હતી. આ આગ ઝડપથી મકાનમાં ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે મકાનની અંદર રાખવામાં આવેલા 10 થી વધુ ગેસ સિલિન્ડરો એક પછી એક ફાટ્યા હતા. સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને લોકોને બહાર નીકળવાની તક જ મળી નહોતી.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026