મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો
March 19, 2026
મિડલ ઈસ્ટમાં વધતા જતા સંઘર્ષ અને તેલના કુવાઓ પર મિસાઈલ હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં હાહાકાર મચી ગયો છે. ભારતીય શેરબજારમાં પણ ગુરુવારે શરૂઆતી મિનિટોમાં જ મસમોટું ગાબડું જોવા મળ્યું છે. અખાતી દેશોમાં ચાલી રહેલા યુદ્ધે હવે 'ઓઈલ વોર'નું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઈરાન દ્વારા કતારના સૌથી મોટા એલએનજી પ્લાન્ટ પર થયેલા હુમલા અને તેના વળતા પ્રહારને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઉછળીને 112 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આ જબરદસ્ત ઉછાળાને કારણે આજે એશિયાઈ બજારો સહિત ભારતીય શેરબજારમાં પણ સુનામી જેવી સ્થિતિ સર્જાઈ છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો
ગુરુવારે ટ્રેડિંગની શરૂઆત થતાની સાથે જ મુંબઈ શેરબજારનો સેન્સેક્સ તેના અગાઉના બંધ 76,704 ની સરખામણીએ સીધો 74,750 પર ખુલ્યો હતો અને જોતજોતામાં તે 1900 પોઈન્ટ તૂટીને 74,685 સુધી નીચે ઉતરી ગયો હતો. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 23,777 ના અગાઉના સ્તરથી 550 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 23,197 પર ખુલ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી બજારમાં જોવા મળી રહેલી તેજી પર આજે બ્રેક લાગી ગઈ છે.
વૈશ્વિક બજારોમાં પણ કોહરામ
ભારત જ નહીં, પણ સમગ્ર વિશ્વના બજારો આજે લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે:
જાપાન: નિક્કેઈ ઈન્ડેક્સમાં 1500 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે.
હોંગકોંગ: હેંગસેંગ ઈન્ડેક્સ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે.
દક્ષિણ કોરિયા: કોસ્પી ઈન્ડેક્સમાં પણ 1.50% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
આ 10 શેરોમાં સૌથી વધુ ધોવાણ
બજારમાં આવેલી આ સુનામીમાં બ્લુચિપ કંપનીઓના શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે. સૌથી વધુ પ્રભાવિત થયેલા શેરોમાં HDFC Bank (4.50%), L&T (3.50%), Eternal (3%), અને Bajaj Finance (2.80%) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત Axis Bank, Asian Paints અને Kotak Bank જેવા મોટા શેરો પણ 2% થી વધુ તૂટ્યા છે.
Related Articles
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026