ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અમેરિકાનું નવું ટેરિફ માળખું બનશે પછી જ થશે
March 17, 2026
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સહી અમેરિકાનું નવું વૈશ્વિક ટેરિફ માળખું નક્કી થયા પછી થશે. બંને પક્ષ હાલમાં અમેરિકન ટેરિફ અંગે અંતિમ સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે. એક વખત ટેરિફ અંગે સ્પષ્ટતા થઈ જશે પછી આ કરાર પર સહીસિક્કા થશે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા હાલમાં કરારની વિગતોને અંતિમ ઓપ આપવા પર ચર્ચા કરી રહ્યા છે.
અગ્રવાલે જણાવ્યું હતું કે અમે હાલમાં કરારની બધી વિગતોને તલસ્પર્શી ધોરણે અંતિમ ઓપ આપવા પર કામ કરી રહ્યા છીએ. ટ્રેડ ડીલના કરાર પર તો સહી નવું ટેરિફ માળખું અસ્તિત્વમાં આવ્યા પછી થશે. ગયા મહિને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું તે વચગાળાના ટ્રેડ ડીલ પર ચાલુ મહિનામાં સહી થવાની હતી.આમ છતાં અમેરિકાની ટ્રેડ પોલિસીને થઈને થયેલી હિલચાલના કારણે આ ડીલ પાછું ઠેલાયું છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વિશ્વના સંખ્યાબંધ દેશો પર લાદેલા ટેરિફને અમેરિકન સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ઠેરવ્યા છે. તેના કારણે ટ્રમ્પે લાદેલુ ટેરિફ સ્ટ્રકચર જ પડી ભાંગ્યું છે. તેના પછી અમેરિકાએ બધા દેશો પર કામચલાઉ ધોરણે ૧૦ ટકા ટેરિફ નાખ્યો છે. આ ટેરિફ અમેરિકન બંધારણની જોગવાઈ ૧૨૨ હેઠળ નાખવામાં આવ્યો છે. આ ડયુટી પાંચ મહિના સુધી રહેશે તેમ માનવામાં આવે છે. તેના પછી જારી રાખવી હશે તો ટ્રમ્પે યુએસ કોંગ્રેસની મંજૂરી લેવી પડશે.
Related Articles
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની...
Jun 20, 2026
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર...
Jun 20, 2026
60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી
60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ...
Jun 20, 2026
રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી
રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસ...
Jun 20, 2026
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિક...
Jun 19, 2026
કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ ધારાસભ્યોને ભાજપની ચીમકી, 'માફીનો સવાલ જ નથી...'
કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ...
Jun 19, 2026
Trending NEWS
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
17 June, 2026