સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત
March 19, 2026
ગુજરાતના અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણ પલટાતા 40 કિમીની ઝડપે ફૂંકાયેલા પવન અને વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં અમદાવાદમાં 20થી વધુ અને જામનગરમાં 55થી વધુ વૃક્ષો ધરાશાયી થતા વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. જામનગરમાં હેવી વીજ લાઈનના બે ટાવર ભારે પવનના કારણે પડી જતાં અનેક વિસ્તારમાં અંધારપટ છવાયો છે. રાજ્યમાં આજે સાંજે 8 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાંથી રાજકોટ શહેરમાં સૌથી વધુ 1.38 ઈંચ વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે.
સુરતમાં પણ ભારે પવને શહેરમાં બાનમાં લીધું હતું. ત્યારે પર્વત પાટિયા વિસ્તારમાં એક કરૂણ ઘટના બની છે. સુરત મનપાનું ભારે ભરખમ બોર્ડ પવનના કારણે તૂટીને એક યુવક પર પડતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાથમિક વિગતો અનુસાર યુવકનું નામ નીતિન વાજા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ કુદરતી નહીં પણ માનવસર્જિત ભૂલના કારણે યુવકનો ભોગ લેવાયો છે ત્યારે ઘટનાએ જાહેર સ્થળો પર લગાવેલા બોર્ડ અને સ્ટ્રક્ચરની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.

Related Articles
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026