રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112
March 19, 2026
અખાતી દેશોમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ભારતીય અર્થતંત્ર અને સામાન્ય જનતાના ખિસ્સા પર જોવા મળી રહી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક એનર્જી માર્કેટમાં ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત વધારો અને ડૉલરની મજબૂતીને કારણે ભારતીય રૂપિયો અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ઉભી થયેલી તેલ પુરવઠાની કટોકટીએ ભારતીય ચલણ 'રૂપિયા'ની કમર તોડી નાખી છે. સોમવારે રૂપિયો 92.62 ની સપાટીએ પહોંચ્યા બાદ આજે તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ડૉલર સામે રૂપિયો 93.13 ની સર્વોચ્ચ નીચલી સપાટીને સ્પર્શી ગયો છે. રૂપિયાના આ ઐતિહાસિક ઘટાડાને કારણે આયાત મોંઘી થશે, જેની સીધી અસર ભારતમાં મોંઘવારી પર પડી શકે છે.
તાજેતરના ડેટા અને ચાર્ટ મુજબ, બ્રેન્ડ ક્રૂડ ઓઈલ WTI ફ્યુચર્સમાં 4.76% નો વધારો નોંધાયો છે, જેનાથી તેની કિંમત પ્રતિ બેરલ $112 પર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી અખાતી દેશોમાં યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી બ્રેન્ટ ક્રૂડના ભાવમાં અંદાજે 40% નો તોતિંગ વધારો જોવા મળ્યો છે. ઉર્જા ક્ષેત્રે આયાત પર નિર્ભર ભારત જેવા દેશો માટે આ સ્થિતિ આર્થિક જોખમોમાં વધારો કરી રહી છે.
ઓઈલના વધતા ભાવ: ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરે છે. તેલ મોંઘું થતા ડૉલરની માંગ વધે છે, જે રૂપિયાને નબળો પાડે છે.
મૂડી પ્રવાહમાં ઘટાડો: વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે.
સપ્લાય ચેઈનમાં અવરોધ: દાયકાઓ પછી ઉર્જા બજારમાં આટલી મોટી સપ્લાય ડિસ્ટ્રપ્શન જોવા મળી છે, જેની અસર ગ્લોબલ માર્કેટ પર પડી રહી છે.
Related Articles
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026