નવસારીમાં પૂર્ણા નદીએ વેર્યો વિનાશ, 10 ફૂટ સુધી પાણી, હોસ્પિટલો ખાલી કરાઈ

July 26, 2024

નવસારી ƒ નવસારી જિલ્લામાં પૂર્ણા નદીના પાણી ઘૂસી જતાં જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા નવસારીમાં 5થી 10 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે. જેથી લોકોને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. શાંતાદેવી વિસ્તારના લોકો આ પરિસ્થિતિ વચ્ચે લોકો પોતાનું ઘર છોડીને અન્ય સુરક્ષિત જગ્યાએ જવા મજબૂર બન્યા છે. 


લોકોનું રેસ્ક્યૂ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગળાડૂબ પાણી વચ્ચે ફાયરની ટીમ લોકોનું રેસ્ક્યૂ કરી રહી છે. એટલી હદે પાણી ભરાયા છે કે લોકો અગાસી પર જતા રહેવા મજબૂર થયા છે. ધ્વનિ હોસ્પિટલમાં ફસાયેલા લોકોનું પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રસ્તા પર તો પાણીનું જ સામ્રાજ્ય છે. શાંતાદેવી વિસ્તારની તમામ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. નવસારીની મહાવીર સોસાયટીમાં પણ પૂર્ણા નદીના પાણીએ ઘૂસ્યા છે. પૂર્ણા નદીના પાણીઓ તો લોકોનું જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. સોસાયટીના બંગલાઓ અને વાહનો પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાતા ઘરોમાં વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો છે. પૂર્ણા નદીના પાણીએ તો હાલ-બેહાલ કરી નાંખ્યા છે. આ પાણી ક્યારે ઓસરશે મોઢે આ એક જ વાત આવી રહી છે. લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે કેમ કે નદીના પાણીથી રસ્તા સરોવર બની ગયા છે. નવસારીમાં 31 વર્ષીય ભૂમિકાબેન શાહનું  ડૂબી જવાથી મૃત્યુ થયું છે. દિવ્યા વસુધારા એપાર્ટમેન્ટમાં યોગ્ય સમયે યુવતીનું રેસ્ક્યૂ ન કરાતા મૃત્યુ થયું છે. યુવતીનો મૃતદેહ બહાર કાઢીને હોસ્પિટલ લવાયો છે.