કેનેડામાં ફરી હિન્દુ મંદિર પર હુમલો, ભારતવિરોધી 'સૂત્રો' લખી ખાલિસ્તાની સમર્થકોએ તોડફોડ મચાવી
July 23, 2024
ટોરન્ટો : કેનેડામાં હિંદુ પૂજા સ્થળો પર ચાલી રહેલા હુમલાની વચ્ચે એડમોન્ટનના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને જણાવ્યું કે બીએપીએસ સ્વામીનારાયણ મંદિર પર સવારે ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા. સાથે જ ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્ય પર હુમલો કરવામાં આવ્યો. ખાલિસ્તાની સમર્થકો પર આ ઘટનાના આરોપ લાગી રહ્યાં છે.
નેપિયન સંસદ સભ્ય ચંદ્ર આર્યએ હિંદુ-કેનેડિયન સમુદાયો વિરુદ્ધ હિંસાની વધતી ઘટનાઓ પર ગાઢ ચિંતા વ્યક્ત કરી. આર્યએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, એડમોન્ટનમાં હિંદુ મંદિર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ફરીથી તોડી દેવામાં આવ્યું છે. છેલ્લા અમુક વર્ષોથી ગ્રેટર ટોરન્ટો એરિયા, બ્રિટિશ કોલંબિયા અને કેનેડાના અન્ય સ્થળોમાં ભારત વિરોધી સૂત્રો સાથે
તોડફોડ કરવામાં આવી રહી છે.
સાંસદ આર્યએ આગળ પોતાની પોસ્ટમાં ખાલિસ્તાની ચરમપંથીઓને મળેલી છૂટ તરફ ઈશારો કર્યો. તેમણે કહ્યું, 'હું હંમેશાથી કહેતો રહ્યો છું કે ખાલિસ્તાની ચરમપંથી નફરત અને હિંસાની પોતાની જાહેર નિવેદનબાજીથી સરળતાથી બચી નીકળે છે. હું એક વાર ફરીથી કહેવા માગું છું. હિંદુ કેનેડિયન હકીકતમાં પરેશાન છે. હું ફરીથી કેનેડાની કાયદા અમલીકરણ એજન્સીઓથી આ મુદ્દાને ગંભીરતાથી વિચારવાનું આહવાન કરુ છું. એ પહેલા કે આ નિવેદનબાજી હિંદુ કેનેડિયન લોકો વિરુદ્ધ હુમલામાં બદલાઈ જાય'.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે વિંડસરમાં એક હિંદુ મંદિરને ભારત વિરોધી ગ્રેફિટીથી નુકસાન કરાયું હતું, જેની ખૂબ ટીકા થઈ હતી અને કેનેડિયન અને ભારતીય બંને અધિકારીઓએ કાર્યવાહી
કરવાની માગ કરી હતી.
Related Articles
જસ્ટિન ટ્રુડોની મુશ્કેલી વધી, કેનેડિયન પોલીસે લગાવ્યા આરોપ
જસ્ટિન ટ્રુડોની મુશ્કેલી વધી, કેનેડિયન પ...
કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આપ્યું રાજીનામું
કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલ...
Dec 17, 2024
કેનેડામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીની હત્યાથી ભારત ભડક્યું, કહ્યું, વંશીય ગુનાથી સાવધ રહો
કેનેડામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીની હત્યા...
Dec 13, 2024
કેનેડામાં વધુ એક નિયમ બદલાયો, જોબ ડિમાન્ડ હશે તો જ PG સ્ટુડન્ટને વર્કપરમિટ અપાશે
કેનેડામાં વધુ એક નિયમ બદલાયો, જોબ ડિમાન્...
Dec 13, 2024
ટોરંટોમાં બાંગ્લાદેશના હાઇ કમિશન સામે હિન્દુઓએ વિરોધ પ્રદર્શન
ટોરંટોમાં બાંગ્લાદેશના હાઇ કમિશન સામે હિ...
Dec 12, 2024
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, CCTVમાં કેદ થઈ ઘટના
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીન...
Dec 09, 2024
Trending NEWS
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
20 December, 2024
20 December, 2024
20 December, 2024
Dec 20, 2024