કેનેડાના ટોરેન્ટોમાં 52મી જગન્નાથ રથયાત્રા, 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા
July 14, 2024
ટોરેન્ટો ƒ આ વર્ષે પણ વિદેશમાં વસતા ભારતીયો એ સનાતન પરંપરા જીવંત રાખી છે. આ વીકએન્ડમાં પરંપરાગત ભારતીય વસ્ત્રો સાથે કેનેડાના ટોરેન્ટો માં 52 મી જગન્નાથ રથયાત્રા વિકેન્ડમાં નીકળી હતી જેમાં વિદેશીઓ સાથે 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
ગઈકાલે શનિવાર વીકએન્ડ્સમાં કેનેડાના ટોરેન્ટોમાં જગન્નાથ રથયાત્રા નીકળી હતી ત્યારે કેનેડાના રસ્તા ભારતીય રસ્તા હોય તેમ જય જગન્નાથના નારાથી ગુંજી ઉઠ્યા હતા. ટોરેન્ટોમાં રથયાત્રા નીકળી તેમાં ભાગ લેવા માટે કેનેડાના જુદા જુદા શહેરોમાં રહેતા ભારતીયો ઉમટી પડ્યા હતા. ઇસ્કોન દ્વારા કેનેડામાં 52મી રથયાત્રા નીકળી હતી તેમાં ભારતીયો સાથે વિદેશી ભક્તોની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી. આ રથયાત્રામાં 30 હજાર જેટલા ભક્તો આવ્યા હતા તેમાં સુરત અને દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં રહેતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કેનેડાના રસ્તા પર ગુજરાતીઓ દ્વારા જય જગન્નાથના નારા લગાવીને વાતાવરણને વધુ ધાર્મિક બનાવી દીધું હતું.
છેલ્લા 10 વર્ષથી રથયાત્રામાં જોડાયેલા મૂળ બીલીમોરાના અને હાલ કેનેડામાં સ્થાયી થયેલા રાજીવ મહેતા કહે છે,કેનેડામાં દિવાળી પછી સૌથી મહત્વ ધરાવતો તહેવાર જગન્નાથ રથયાત્રા છે. આ વર્ષે સૌથી સારી વાત એ જોવા મળી હતી કે રથયાત્રામાં જોડાયેલા મોટાભાગના લોકો પરંપરાગત ભારતીય વિસ્તારમાં જોવા મળ્યા હતા. જેમાં વિદેશી મહિલાઓ પણ ભારતીય સાડીમાં જોવા મળી હતી. ભારતમાં જે રીતે રથનું દોરડું ખેંચવા માટે ભક્તો પડાપડી કરે છે તેવી જ પડાપડી અહીં પણ જોવા મળી હતી. અહી વસતા લોકો આ રથયાત્રામાં જોડાઈને એક નવી જ એનર્જી મેળવતા હોય તેવું અનુભવે છે.
Related Articles
જસ્ટિન ટ્રુડોની મુશ્કેલી વધી, કેનેડિયન પોલીસે લગાવ્યા આરોપ
જસ્ટિન ટ્રુડોની મુશ્કેલી વધી, કેનેડિયન પ...
કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આપ્યું રાજીનામું
કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલ...
Dec 17, 2024
કેનેડામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીની હત્યાથી ભારત ભડક્યું, કહ્યું, વંશીય ગુનાથી સાવધ રહો
કેનેડામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીની હત્યા...
Dec 13, 2024
કેનેડામાં વધુ એક નિયમ બદલાયો, જોબ ડિમાન્ડ હશે તો જ PG સ્ટુડન્ટને વર્કપરમિટ અપાશે
કેનેડામાં વધુ એક નિયમ બદલાયો, જોબ ડિમાન્...
Dec 13, 2024
ટોરંટોમાં બાંગ્લાદેશના હાઇ કમિશન સામે હિન્દુઓએ વિરોધ પ્રદર્શન
ટોરંટોમાં બાંગ્લાદેશના હાઇ કમિશન સામે હિ...
Dec 12, 2024
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, CCTVમાં કેદ થઈ ઘટના
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીન...
Dec 09, 2024
Trending NEWS
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
20 December, 2024
20 December, 2024
20 December, 2024
Dec 20, 2024