કેનેડામાં વોટરપાર્કમાં 12 યુવતી સહિત સગીરાઓની છેડતી કરનાર ભારતીય છેડતીની ધરપકડ
July 13, 2024
કેનેડામાં આવેલા બ્રુનસ્વિકમાં એક ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ સામે વોટર પાર્કમાં યુવતીઓ અને સગીરાઓ સાથે અશ્લીલ ચેનચાળા અને છેડતી કરવાનો આોપ લાગ્યો છે. મોન્કટનસિટીમાં આવેલા એક વોટર પાર્કમાં એક ભારતીય યુવક ડઝન જેટલી યુવતીઓ અને મહિલાઓ સાથે ગંદી રીતે ચેનચાળા કરી રહ્યો હતો. પોલીસે આ શખ્સ સામે 12 લોકોની સાથે આવું કૃત્ય આચરવાનો આરોપ લગાવીને ધરપકડ કરી છે. જો કે બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, આ ઘટના સાત જુલાઈની દર્શાવવામાં આવી રહી છે. 25 વર્ષીય આ શખ્સ હેલિફેક્સ નોવા સ્કોટિયાનો રહે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી શખ્સ વોટરપાર્કમાં ફરી રહ્યો હતો અને લોકોને ખોટી રીતે સ્પર્શ કરી રહ્યો હતો. તેની વિરુદ્ધ 12 લોકોએ પુરાવા આપી સાક્ષી તરીકે નિવેદન આપ્યું હતું. જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના હતા. પોલીસે ધરપકડ કરેલા શખ્સની ઓળખ જાહેર નથી કરી. જો કે સોશિયલ મીડિયા પર આરોપી વ્યકિતનો ફોટો વાયરલ થઈ ગયો છે. જેમાં પોલીસ તેની ધરપકડ કરી હતી.
Related Articles
કેનેડામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ગુજરાતી ત્રીજા ક્રમે
કેનેડામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ગુજરા...
ટોરેન્ટોમાં ટેસ્લા કાર અકસ્માતમાં ગોધરાના સગા ભાઇ-બહેન સહિત ચારનાં મોત
ટોરેન્ટોમાં ટેસ્લા કાર અકસ્માતમાં ગોધરાન...
Oct 26, 2024
ટ્રુડોની વિઝા પોલિસીના કારણે ભારતીય વિદ્યાર્થીઓ જ નહીં, કેનેડાને પણ નુકસાન થશે
ટ્રુડોની વિઝા પોલિસીના કારણે ભારતીય વિદ્...
Oct 25, 2024
કેનેડાના રાજદ્વારીએ ઝેર ઓક્યું, કહ્યું - નિજ્જર-પન્નુ પર એક તીરથી નિશાન તાકી રહ્યું હતું ભારત
કેનેડાના રાજદ્વારીએ ઝેર ઓક્યું, કહ્યું -...
Oct 20, 2024
ભારતમાં આતંકી ગતિવિધિમાં કેનેડિયન અધિકારીનું નામ સામેલ, ઈન્ડિયાએ ટ્રૂડો સરકારને મોકલી વિગતો
ભારતમાં આતંકી ગતિવિધિમાં કેનેડિયન અધિકાર...
Oct 19, 2024
'બાકી ભારતીય રાજદ્વારીઓ પણ નોટિસ પર..', ભારત સાથે બબાલમાં કેનેડાના વિદેશ મંત્રીએ ઘી હોમ્યું
'બાકી ભારતીય રાજદ્વારીઓ પણ નોટિસ પર..',...
Oct 19, 2024
Trending NEWS
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
Oct 27, 2024