સુરત, ઈંદોર બાદપુરીમાં કોંગ્રેસને ઝટકો, મહિલા ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી

May 04, 2024

સુરત, ઈન્દોર બાદ કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ઓડિશાના પુરીમાં ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. મોહંતીએ આરોપ લગાવ્યો છે કે પાર્ટી કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરી રહી નથી. પાર્ટી ફંડિંગ વિના ચૂંટણી પ્રચાર કરવો મારા માટે શક્ય નથી, તેથી મેં ચૂંટણી લડવાની ના પાડી છે. હું ટિકિટ પરત કરું છું. તમને જણાવી દઈએ કે સંબિત પાત્રા અહીંથી ભાજપના ઉમેદવાર છે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં સુચારિતાએ કહ્યું કે, પુરી સંસદીય ક્ષેત્રમાં અમારું અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે કારણ કે પાર્ટીએ મને ફંડ આપવાનો ઇનકાર કર્યો છે. જ્યારે મેં આ વિશે ઓડિશા કોંગ્રેસના પ્રભારી ડૉ. અજોય કુમાર જીને કહ્યું, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે તમે જાતે જ વ્યવસ્થા કરો.

સુચરિતાએ વધુમાં કહ્યું કે, હું એક પગારદાર વ્યાવસાયિક પત્રકાર હતી. મેં 10 વર્ષ પહેલા ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. પુરીમાં મારા પ્રચારમાં મેં મારું સર્વસ્વ આપી દીધું છે. મેં પ્રગતિશીલ રાજકારણ માટે જાહેર દાનની ઝુંબેશ પણ ચલાવી હતી પરંતુ મને વધુ સફળતા મળી નથી. મેં અંદાજિત ઝુંબેશ ખર્ચને ઘટાડવાનો પણ પ્રયાસ કર્યો. આ પછી પણ કંઈ થયું નહીં.