કેનેડા : રહેવા-જમવાનો ખર્ચ વધુ અને નોકરીમાં ફાંફાં

May 18, 2024

સ્ટુન્ડ વિઝા પર વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓની આજે પણ પહેલી પસંદ કેનેડા છે. કેનેડામાં સરળતાથી વિઝા, વર્ક પરમિટ તેમજ PR થવાની સરળ પ્રોસેસના લીધે વિદેશ સેટલ થવા માગતા લોકો કેનેડા જવાનું પસંદ કરે છે. પરંતુ હવે સ્થિતિ પહેલાં જેવી રહી નથી. કેનેડા પોતે જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. જ્યાં મોંઘવારી વધી છે અને નોકરીઓ ઘટી... 

કેનેડા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અનુસાર, છેલ્લા એક દાયકાથી કેનેડાનો ફૂડ એન્ડ નોન આલ્કોહોલિક બેવરેજીસનો વાર્ષિક સીપીઆઈ સતત વધ્યો છે. વિવિધ દેશોના કોસ્ટ ઓફ લિવિંગના આંકડા દર્શાવતી વેબસાઈટ Numbeo અનુસાર કેનેડામાં કોસ્ટ ઓફ લિવિંગ (રહેવાનો ખર્ચ) ભારત કરતાં 207 ટકા વધુ છે. ઘરનુ ભાડું ભારત કરતાં 503.7 ટકા વધ્યું છે. કેનેડાના સત્તાવાર આંકડાઓ મુજબ, કેનેડામાં એક અનૂકુળ જીવન શૈલી જીવતા લોકો માટે પણ વાર્ષિક 15થી 20 હજાર ડોલર (રૂ. 9 લાખથી 13 લાખ)ની જરૂર પડે છે.


કેનેડામાં છેલ્લા બે વર્ષમાં સ્ટુડન્ટ વિઝા પર ગયેલા 70 ટકા વિદ્યાર્થીઓને નોકરીઓ મળી રહી નથી. જેની પાછળનું કારણ વર્ક પરમિટના કામના કલાકો વધ્યા છે, અને મોંઘવારી વધતાં કંપનીઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે. ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ કેનેડાના ચેરમેન હેમંત શાહે જણાવ્યું હતું કે, કેનેડામાં રોજગારીનું પ્રમાણ મોટાપાયે ઘટ્યુ છે. તેમાં વિદ્યાર્થીઓ માટે કામના કલાકો ઘટાડી 24 કર્યા છે. જેથી તેઓ રહેવાનો ખર્ચ ભોગવવા અસક્ષમ બની શકે છે.

જે વ્યક્તિની જીવનશૈલી અને પસંદગીઓ પર આધાર રાખે છે. મોટાભાગની કેનેડિયન શૈક્ષણિક સંસ્થાઓ CAD 15,000 (~INR 9,03,999) થી શરૂ થતી ટ્યુશન ફી સાથે અભ્યાસક્રમો ઓફર કરે છે. આ ઉપરાંત, એક વિદ્યાર્થી માટે કેનેડામાં રહેવાનો ખર્ચ દર મહિને લગભગ 880 CAD (INR 53,034) છે, ભાડા વગર. જો તમે ખર્ચાઓનું સંચાલન કરવા માટે પૂરતા સ્માર્ટ હો તો કેનેડામાં રહેવાનો ખર્ચ પોસાય અને વ્યવસ્થિત છે.

કેનેડા ન જવા અપીલ કરવા પાછળના કારણો

કેનેડામાં રહેવાનો અને જમવાનો ખર્ચ સતત વધ્યો
ઘરના ભાડા માર્ચ, 2024માં 8.6 ટકા અને 2023માં 9થી 10 ટકા વધ્યા
વિદ્યાર્થીઓ માટે કામના કલાકો 48 કલાકથી ઘટાડી 24 કલાક કર્યા
કોવિડ દરમિયાન એકમાત્ર કેનેડાની બોર્ડર ખુલ્લી હોવાથી બહારથી આવતા લોકોની સંખ્યા વધતાં મોંઘવારી વધી, નોકરીઓ ઘટી
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા

કેનેડાના પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડએ વર્ક પરમિટ આપવાની મનાઈ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ દેખાવો કરી રહ્યા છે. ઈમિગ્રેશન નિયમોમાં ફેરફારના કારણે વર્ક પરમિટ ન આપવા બદલ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનો કરી દેશમાં રહેવા દેવાની મંજૂરી આપવાની માગ કરી રહ્યા છે.