જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકી હુમલો કરતાં કોંગ્રેસનું નિવેદન, ભાજપે આપ્યો વળતો જવાબ

May 06, 2024

એક તરફ લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો વધ્યો છે. તો બીજી તરફ પૂંછમાં વાયુસેનાના વાહન પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા પર પણ રાજનીતિ થઇ રહી છે. આ મામલે કોંગ્રેસ નેતા ચરણજીતસિંહ ચન્નીએ કરેલી ટિપ્પણીનો ભાજપે વળતો જવાબ આપ્યો છે.

કોંગ્રેસ નેતા ચરણજીતસિંહ ચન્નીએ જમ્મુ કાશ્મીરમા આ હુમલાને સ્ટંટ ગણાવ્યો હતો જે મામલે રાજકારણ તેજ બન્યુ છે. ચરણજીત સિંહ ચન્નીના નિવેદનને લઈને કોંગ્રેસ શંકાના દાયરામાં આવી ગઈ છે. આ નિવેદન પર ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. તેના જવાબમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અજય આલોકે કહ્યું કે, દેશના જવાનોને લઈને માત્ર કોંગ્રેસ જ સસ્તી રાજનીતિ કરી શકે છે.

બીજેપી નેતા અજય આલોકે કહ્યું કે ચરણજીત સિંહ ચન્નીનું દિમાગ ખરાબ થઇ ગયુ છે. શું કોઈ મુખ્યમંત્રી તરફથી આવું નિવેદન યોગ્ય છે? માત્ર કોંગ્રેસ પાર્ટી જ દેશના સૈનિકોને લઈને આવી સસ્તી રાજનીતિ કરી શકે છે. આ તેમના સંસ્કાર છે.