ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે ઘણાં નિર્ણય પર સહમતી નહીં: રિપોર્ટમાં દાવો
November 09, 2024
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં 0-3થી મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ઘણી ટીકા થઈ રહી છે. ભારતીય ટીમને બેંગલુરુ, પુણે અને મુંબઈમાં ખાયે યોજાયેલી ટેસ્ટ મેચોમાં કારમી હારની સામનો કરવો પડ્યો હતો. હવે આગામી પ્રવાસ માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ત્યાં 5 ટેસ્ટ મેચની સીરિઝ 22 નવેમ્બરથી શરૂ થશે. આ પહેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગૌતમ ગંભીર અને રોહિત શર્મા વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં મળેલી હારની સમીક્ષા કરી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર, મુખ્ય કોચ ગૌતમ ગંભીર, BCCI પ્રમુખ રોજર બિન્ની પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. એક અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર ગંભીર અને ટીમ મેનેજમેન્ટ કેટલાક નિર્ણયો પર સમાન અભિપ્રાય ધરાવતા નથી. અહેવાલમાં દાવોમાં કરવામાં આવ્યું છે કે, 'ગંભીરની કોચિંગની શૈલી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે નહીં તેની પુષ્ટિ કરી શકાતી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમના કેટલાક લોકો મુખ્ય કોચ સાથે સહમત નથી. ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી અને ઝડપી બોલર હર્ષિત રાણાની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી ન હતી.' હર્ષિત રાણા અને નીતિશ રેડ્ડી IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પરંતુ પસંદગી કરતી વખતે બંનેને સર્વસંમતિથી સમર્થન મળ્યું ન હતું. ગંભીરની કોચિંગ સ્ટાઈલ વિશે પણ ચર્ચા થઈ હતી. જે તેના પહેલાના કોચ રાહુલ દ્રવિડથી ઘણી અલગ છે. મળતી માહિતી અનુસાર, ' ટીમની થયેલી હાર બાદ BCCI દ્વારા સતત છ કલાકની મેરેથોન મીટિંગ કરવામાં આવી હતી. ભારતીય ટીમ આગામી સમયમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે ત્યારે BCCI સુનિશ્ચિત કરવા ઇચ્છે કે ટીમ ફરીથી પોતાના ફોર્મમાં પરત ફરે. બોર્ડ જાણવા માંગે છે કે થિંક-ટેન્ક(ગંભીર-રોહિત-અગરકર) આ બાબતે કેવી રીતે કામ કરી રહી છે.'
Related Articles
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
Trending NEWS
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી...
04 October, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂ...
04 October, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હ...
04 October, 2026
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ્હી પોલીસન...
04 October, 2026
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજાય ચૂંટણી...
04 October, 2026
જ્ઞાનેશ કુમાર સામે AAPનું જોરદાર પ્રદર્શન, ઈન્ડિયા...
04 October, 2026
પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવા સામે...
04 October, 2026
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પાઇન સર્જરી...
03 October, 2026
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્...
03 October, 2026
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે જ 95 કરોડ...
03 October, 2026