પહેલા રાયબરેલી તો જીતો, પછી ચેસની વાત કરજો: વર્લ્ડ ફેમસ ગ્રાન્ડમાસ્ટરનો રાહુલ ગાંધી પર કટાક્ષ

May 04, 2024

ચેસના દિગ્ગજ ગેરી કાસ્પારોવે તેની એક પોસ્ટથી ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે જેના લોકો અલગ અલગ રાજકીય અર્થ કાઢી રહ્યા છે. ગેરી કાસ્પારોવે લોકસભાની ચૂંટણીમાં રાયબરેલીથી ચૂંટણી લડવા બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આડકતરી રીતે ઝાટકણી કાઢી હતી અને તેમને પહેલા રાયબરેલી બેઠક જીતવા કહ્યું હતું. ગેરી કાસ્પારોવ એક રશિયન ચેસ ગ્રાન્ડમાસ્ટર અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેસ ચેમ્પિયન છે.  શુક્રવારે રાતે એક યુઝરે X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, "આ રાહતની વાત છે કે રશિયન ગ્રાન્ડમાસ્ટર કાસ્પારોવ અને વર્લ્ડ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ વહેલા નિવૃત્ત થયા અને તેમને અમારા સમયના સૌથી મોટા ચેસ પ્લેયરનો સામનો કરવો ન પડ્યો." આ સાથે જ આ પોસ્ટમાં ચેસ રમતા રાહુલ ગાંધીની તસવીર પણ પોસ્ટ કરવામાં આવી હતી. કાસ્પારોવે જવાબમાં લખ્યું, "હું ખૂબ આશા રાખું છું કે મારી નાનકડી મજાક ભારતીય રાજકારણમાં વકીલાત કરવામાં વ્યર્થ જશે નહીં! રાજકારણીઓ મારી પ્રિય રમતમાં દખલ કરી રહ્યા છે!" આ ઉપરાંત કાસ્પારોવે એવું પણ લખ્યું કે, "હું ખૂબ આશા રાખું છું કે મારી નાનકડી મજાક ભારતીય રાજકારણમાં વકીલાત કરવામાં વ્યર્થ જશે નહીં! રાજકારણીઓ મારી પ્રિય રમતમાં દખલ કરી રહ્યા છે!"
રાયબરેલીથી રાહુલ ગાંધીની ઉમેદવારીની જાહેરાત બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે ગાંધી પરિવારના ગઢ ગણાતા રાયબરેલીથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવાના પક્ષના પગલાથી ભાજપ મૂંઝવણમાં છે.  એક ટ્વીટમાં તેમણે કહ્યું, "રાહુલ ગાંધીના રાયબરેલીથી ચૂંટણી લડવાના સમાચાર પર ઘણા લોકોના ઘણા મંતવ્યો છે. યાદ રાખો કે તેઓ રાજકારણ અને ચેસના અનુભવી ખેલાડી છે. પાર્ટી ખૂબ ચર્ચા કર્યા પછી અને મોટી રણનીતિના ભાગ રૂપે તેના નિર્ણયો લે છે. આ એક નિર્ણયથી ભાજપ, તેના સમર્થકો અને તેના સાગરિતો મૂંઝવણમાં છે." બે દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, "જેમાં તેમણે ચેસની રમતની તુલના રાજકારણ સાથે કરી હતી. વીડિયોમાં રાહુલે જણાવ્યું કે તે સાત વર્ષનો હતો ત્યારે તેણે પહેલી વખત ચેસ રમી હતી અને તેને રમતના નિયમો શીખવનાર વ્યક્તિને હરાવ્યો હતો. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે તેમના મનપસંદ ચેસ ખેલાડીઓમાંના એક ગેરી કાસ્પારોવ હતા, જે તેમના વિરોધીઓ પર ઘણું માનસિક દબાણ લાવે છે."