અમદાવાદ અને મહેસાણામાંથી કોડીનયુક્ત દવાઓનું ગેરકાયદે વેચાણ પકડાયું, 7 મેડિકલ પેઢીઓને ફટકારી નોટિસ
September 08, 2026
ગુજરાતમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ અને અનધિકૃત વેચાણને ડામવા માટે રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા બાલાજી ફાર્મામાંથી 83 લાખ રૂપિયાથી વધુની કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન કરતી એક પેઢીનું લાયસન્સ રદ કરવાની સાથે અન્ય 7 પેઢીઓને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.
આ કાર્યવાહી અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સરકાર કોડીન ધરાવતી દવાઓના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. જે પણ પેઢીઓ નિયમોનો ભંગ કરશે તેમની સામે પ્રવર્તમાન કાયદા અને નિયમો હેઠળ અત્યંત કડક પગલાં લેવામાં આવશે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા આ કવાયત હાથ ધરાઈ છે. આ દવાઓનો ઉપયોગ માત્ર માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન મારફતે અને કાયદેસર રીતે જ થાય તે માટે રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું આ ચેકિંગ અને દેખરેખ સતત ચાલુ જ રહેશે.
આ સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત અલગ અલગ જિલ્લાઓના હોલસેલ અને રિટેલ દવાના વેપારીઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ખરીદ-વેચાણ અને વિતરણના રેકોર્ડ ચેક થઈ રહ્યા છે. તાજેતરમાં અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ-1 અને મહેસાણા જિલ્લામાં હાથ ધરવામાં આવેલી તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
Related Articles
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
Trending NEWS
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
27 September, 2026
27 September, 2026