નેપાળમાં સરકાર ભંગાણના આરે, સાંસદોએ નવી પાર્ટી બનાવવા અરજી કરી

May 08, 2024

નેપાળમાં વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રંચડની આગેવાની ધરાવતી કમ્યુનિસ્ટ પાર્ટી ગઠબંધન પક્ષોમાંથી એક જનતા સમાજવાદી પાર્ટી અને અન્ય અલગ થઈ ગયા છે. અલગ થતાની સાથે તેમને ચૂંટણી પંચમાં નવો પક્ષ રચવા અરજી પણ કરી દીધી છે. પાર્ટીના અધ્યક્ષની આગેવાનીમાં એક નવી પાર્ટી માટે અજી કરી. આ સ્થિતિ ત્યારે બની જ્યારે પાર્ટીના અધ્યક્ષ વિદેશ યાત્રા પર છે.
 
ચૂંટણી પંચે સોમવારે અશોક રાયના નેતૃત્વવાળી જનતા સમાજવાદી પાર્ટી (JSP)ને નવા રાજકીય પક્ષ તરીકે સત્તાવાર રીતે માન્યતા આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે યાદવનો સામનો કરવા માટે રાયે વડાપ્રધાન પ્રચંડની સલાહ પર નવી પાર્ટી રજીસ્ટર કરી છે. નેપાળ કોંગ્રેસ (NC)ના પ્રમુખ શેર બહાદુર દેઉબા વડાપ્રધાન પ્રચંડની આગેવાની હેઠળની સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે માધવ કુમાર નેપાળના નેતૃત્વમાં વિપક્ષી નેપાળી કોંગ્રેસ અને શાસક પક્ષ ગઠબંધન સીપીએન-યુનિફાઈડ સોશ્યલિસ્ટ એકસાથે આવ્યા છે.