પાકિસ્તાનમાં રેકોર્ડબ્રેક મોંઘવારી, દૂધ સહિતના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો

May 06, 2024

 પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારી હવે ત્યાંની જનતા માટે માથાનો દુખાવો બની ગયો છે. કારણ કે, પહેલાં પેટ્રોલ-ડીઝલ, લોટ અને હવે જીવન જરૂરિયાત એવા દૂધના ભાવમાં એકાએક વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના મુખ્ય શહેર એવા કરાચીમાં હવે દૂધ 210 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, કરાચીના કમિશનરે ડેરી ફાર્મર્સ એસોસિએશનની માંગને સ્વીકારીને લિટર દીઠ 10 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. અગાઉ દૂધના ભાવમાં પ્રતિ લિટર 50 રૂપિયાનો વધારો થવાની આશા હતી. પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને આ ભાવ વધારાથી ભારે ફટકો પડ્યો છે.