કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ
May 01, 2026
16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી
ગાંધીનગર- કલોલ તાલુકામાં વર્ષ 2025માં બનેલી સગીરાના અપહરણ અને શારીરિક શોષણની ગંભીર ઘટનામાં ન્યાયતંત્રએ ચુકાદો આપ્યો છે. કલોલની ચોથી એડિશનલ સેસન્સ કોર્ટે આરોપી રોહિતકુમાર ઉર્ફે ગાગાકુમાર કુશવાહને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.2 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, ભોગ બનનાર સગીરાને રૂ.5 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
કેસની વિગત મુજબ, મે 2025માં આરોપી રોહિતકુમાર છત્રાલ વિસ્તારમાંથી 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આરોપી સગીરાને હરિયાણાના ગન્નોર ખાતે લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અત્યાચારને કારણે સગીરા ગર્ભવતી બની હોવા છતાં આરોપીએ તેનું શોષણ ચાલુ રાખ્યું હતું. બનાવ અંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
સમગ્ર મામલે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ(LCB) અને સાયબર સેલની ટીમને તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સના આધારે જાણવા મળ્યું હતું કે, આરોપી હરિયાણામાં છુપાયો છે. ત્યારબાદ પોલીસની એક ટીમ હરિયાણા પહોંચી સગીરાને મુક્ત કરાવી હતી, પરંતુ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સતત પીછો કરતી પોલીસે બિહારના રોહતાસ જિલ્લામાં સ્થાનિક વેશ ધારણ કરી છાપો માર્યો હતો અને આરોપીને તેના વતનમાંથી ઝડપી પાડ્યો હતો.
કલોલ તાલુકા પોલીસે આ કેસમાં ટેકનિકલ પુરાવા એકત્ર કરી સમયસર ચાર્જશીટ રજૂ કરી હતી અને કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી જજ બી.આર. રાજપુતે આ કડક સજા સંભળાવી હતી. જેમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.2 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, ભોગ બનનાર સગીરાને રૂ.5 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026