ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેરમાં 500થી વધુ મહિલાઓએ સાડીઓ પહેરી પ્રદર્શન કર્યું

May 08, 2024

સમગ્ર દુનિયામાં જાણીતા એવા ન્યૂયોર્ક શહેરના ટાઈમ્સ સ્કવેરમાં સેંકડો મહિલાઓ રંગબેરંગી અને વિવિધ શૈલીઓની સાડીઓ પહેરેલી જોવા મળી હતી. આ મહિલાઓ ભારતીય-અમેરિકી સમુદાયની સાથે અન્ય દેશોની સેંકડો મહિલાઓ પણ આ વિશેષ કાર્યક્રમમાં જોડાઈ હતી. સાડીઓના સુંદર વારસા અને સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન કર્યું હતું.

ટાઈમ્સ સ્કવેરમાં ગત રોજ આયોજિત સાડી ગોઝ ગ્લોબલ કાર્યક્રમમાં ભારતીય સમુદાયની સાથે નવ દેશની 500થી વધુ મહિલાઓએ આમાં ભાગ લીધો હતો. આ તમામ મહિલાઓ સામેલ થઈ અને સાડીઓના વિવિધ કલેક્શનને પસંદ પણ કર્યું હતું. આ દેશોમાં નેપાળ, બ્રિટન, અમેરિકા, બાંગ્લાદેશ, યુએઈ, ત્રિનિદાદ અને યુગાન્ડા સામેલ હતા.

ખાદી સહિત જુદાજુદા પ્રકારના કપડાં પર સુંદર અને કલાત્મક ભરતકામ ધરાવતી રંગબેરંગી સાડીઓ પહેરેલી યુવતીઓએ ગર્વથી પોતાના સંગ્રહનું પ્રદર્શન કર્યું હતું. ભારતનો ત્રિરંગો લહેરાવતી અને એક સાથે નૃત્ય કરી ફોટા લીધા હતા. તો વળી પોતાની સાડીઓની સંસ્કૃતિ અને વારસા અંગે વાર્તા કહીને આ કાર્યક્રમ બ્રિટિશન વીમેન ઈન સાડીએ મળીને આયોજિત કર્યું હતું. જેમાં સંગીત, નૃત્ય અને સાડી વોકથન વડે સાડીની શાશ્વત સુંદરતાનું પ્રદર્શન કર્યું હતું.