ત્રીજા તબક્કામાં ગુજરાતમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 47.03% મતદાન, વલસાડમાં સૌથી વધુ મતદાન

May 07, 2024

આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જાણો અત્યાર સુધીમાં ક્યાં કેટલું મતદાન થયું. 

બેઠક 3 વાગ્યા સુધીની ટકાવારી
અમદાવાદ પૂર્વ 43.55%
અમદાવાદ પશ્ચિમ 42.21%
અમરેલી 37.82%
આણંદ 52.49%
બારડોલી 51.97%
ભરૂચ 54.90%
બનાસકાંઠા 55.74%
ભાવનગર 40.96%
છોટા ઉદેપુર 54.24%
દાહોદ 46.97%
ગાંધીનગર 48.99%
જામનગર 42.52%
જૂનાગઢ 44.47%
ખેડા બેઠક 46.11%
કચ્છ બેઠક 41.18%
મહેસાણા 48.15%
નવસારી 48.03%
પોરબંદર 37.96%
પંચમહાલ 45.75%
પાટણ 46.69%
રાજકોટ 46.47%
સાબરકાંઠા 50.36%
સુરેન્દ્રનગર 40.93%
વડોદરા 48.48%
વલસાડ 58.05%

અત્યાર સુધીના આંકડા પર નજર કરીએ પોરંબદરની બેઠક પર સૌથી ઓછું 30.80% મતદાન થયું છે.  જ્યારે સૌથી વધુ મતદાન બનાસકાંઠા બેઠક પર થયું હતું જ્યાંથી કોંગ્રેસના ચર્ચિત નેતા ગેનીબેન ઠાકોર ચૂંટણી મેદાને ઉતાર્યા છે. બનાસકાંઠામાં 45.89% મતદાન થયું છે.    

માહિતી અનુસાર ગુજરાતમાં કઈ બેઠક પર કેટલાંં મતદારો છે તે તમને અહીં જાણવા મળી જશે. કુલ મતદારો સુરતને બાદ કરતાં 4.80 કરોડ આસપાસ થાય છે.