'કાનૂની પ્રક્રિયા વગર કોઈના ઘર તોડી ના શકાય..' બુલડોઝરની કાર્યવાહી સામે હાઈકોર્ટની એક્શન

April 30, 2024

ઝારખંડ હાઈકોર્ટમાં સોમવારે ગઢવાના સીઈઓ તરફથી અશોક કુમારને જારી નોટિસના મામલે સુનાવણી થઈ. હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ વ્યક્તિના ઘરને કાનૂની પ્રક્રિયા પૂરી કર્યા વિના તોડી શકાય નહીં. સીઈઓએ અરજદારને 24 કલાકની અંદર પોતાના મકાનના તમામ દસ્તાવેજ બતાવવા માટે કહ્યું હતું. સાથે એ પણ કહ્યું કે આવુ કરવા પર તેને અતિક્રમણ માનવામાં આવશે. આ મામલે ગઢવાના અશોક કુમારે અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી બાદ કોર્ટે આ આદેશ આપ્યો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે જો સરકારને લાગે છે કે આવાસનું નિર્માણ ગેરકાયદે છે અને દબાણ કરવામાં આવ્યુ છે તેમ છતાં કાયદા અનુસાર તમામ પ્રક્રિયાઓ પૂરી કર્યા બાદ જ કાર્યવાહી કરી શકાય છે. સુનાવણી દરમિયાન અરજદાર તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું કે 10 માર્ચ 2024એ ગઢવાના સીઈઓએ નોટિસ જારી કરીને 24 કલાકની અંદર તેમને મકાનના તમામ દસ્તાવેજ રજૂ કરવાનો આદેશ આપ્યો. કહેવામાં આવ્યું કે દસ્તાવેજ રજૂ ન કરવા પર અતિક્રમણ માનવામાં આવશે. અરજદારે 11 માર્ચે તમામ દસ્તાવેજ સીઈઓની પાસે જમા કરાવી દીધા. જે બાદ સર્કલ ઈન્સ્પેક્ટર અને ગઢવા પોલીસની સાથે આવાસ પહોંચ્યા. મકાનની માપણી કરી અને સીલ લગાવી દીધું. અરજદારે તેના વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.