કોંગ્રેસને વધુ એક ઝટકો! દિગ્ગજ OBC નેતા અને 6 વખતના MLA ભાજપમાં જોડાય તેવી આશંકા

April 30, 2024

ત્રીજા તબક્કાનું મતદાન જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજકારણમાં ઉઠાપટકની સ્થિતિ પણ વધી ગઇ છે. મધ્યપ્રદેશથી કોંગ્રેસ માટે એક માઠા સમાચાર આવી રહ્યા છે. 6 વખતના ધારાસભ્યએ હવે કેસરિયો ધારણ કરવાની તૈયારી લીધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર શ્યોપુર જિલ્લાના વિજયપુરથી 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા રામનિવાસ રાવ મુખ્યમંત્રી મોહન યાદવની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે છે. રાવત કેન્દ્ર સરકારમાં પૂર્વ મંત્રી અને વિધાનસભા સ્પીકર નરેન્દ્ર સિંહ તોમર સામે લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. તે ઓબીસી સમાજનો એક મોટો ચહેરો પણ છે.   આ ઉપરાંત રામનિવાસ કોંગ્રેસની પ્રદેશ કમિટીના કાર્યકારી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. જાણકારોની માનીએ તો તે પાર્ટીથી અનેક દિવસોથી નારાજ ચાલી રહ્યા હતા. તેમની નારાજગીનું મોટું કારણ કોંગ્રેસના ટોચના નેતૃત્વ દ્વારા અવગણના અને વિધાનસભામાં વિપક્ષના નેતા ન બનાવવું પણ સામેલ છે. જો તે ભાજપમાં જોડાશે તો આ કોંગ્રેસ માટે મોટો ઝટકો મનાશે.