મધ્યપ્રદેશના ખારગોનમાં PM મોદીએ જનસભા સંબોધી : કહ્યું, મતદાન અવશ્ય કરજો

May 07, 2024

લોકસભાની ચૂંટણીને લઇને હાલ ત્રીજા તબક્કાનું મતદાન તો ચાલી જ રહ્યુ છે. ત્યારે અન્ય બેઠકો પર આગામી દિવસોમાં મતદાન થવાનું છે ત્યારે પીએમ મોદી દ્વારા તે બેઠકોને લઇને પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. પીએમ મોદી મધ્યપ્રદેશના ખારગોનમાં સભા સંબોધી રહ્યા છે.

પીએમ મોદીએ સભા સંબોધન દરમિયાન કહ્યું કે આજે વિવિધ રાજ્યોમાં મતદાન થઇ રહ્યું છે. હું જાણુ છું કે ગરમી વધારે છે પરંતુ લોકતંત્રનો આ પર્વ ફિક્કો ન પડવો જોઇએ. તેમણે કહ્યું ઉત્સાહ પૂર્વક સહપરિવાર મતદાન કરવું જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે અત્યારે બપોર થવા આવી છે તેમ છતાં આટલી મોટી સંખ્યામાં ભીડ જોઇને હું ગદગદિત થઇ ગયો છું. હું સંગઠનનો આભાર માનુ છું તેમ જણાવ્યું હતું.

પીએમ મોદીએ ઇન્ડિ ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે ઇન્ડિ ગઠબંધનની એક લોકપ્રિય કહેવત છે. સાથે જ તેમણે ફેક વીડિયોને લઇને પણ કોંગેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે અપના કામ બનતા,,, ભાડમે જાએ જનતા.. આવું કોણ કહે છે. આ આદત કોની છે તેવો સવાલ જનતાને કર્યો હતો. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત ઇતિહાસના મહત્વના વળાંક પર ઉભુ છે. ભારતમાં વોટ જેહાદ ચાલશે કે પછી રામલલ્લા.